Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

પોલીસમેન વિરૂદ્ધ આપઘાત સંબંધેના ગુનામાં આરોપીની આગોતરા જામીન અરજી મંજુર

રાજકોટ, તા. ૯ : અત્રે ભરતભાઈ ઉર્ફ દેવાણંદભાઈ જીવણભાઈ સવસેરા (પોલીસમેન) વિરૂધ્ધ એ-ડિવીઝન  પોલીસ સ્ટેશન સમક્ષ આઈ.પી.સી. કલમ-૩૦૬, ૫૦૬ (ર) મુજબનો ગુન્હો અશ્વિન ગેસ્ટ  હાઉસમાં આત્મહત્યા કરનાર ગુજરનારના ભાઈ દ્વારા ફરીયાદ કરેલ જે ફરીયાદ સબબ  ભરતભાઈ સવસેરાની સંભવીત ધરપકડ સામે કાયદાકીય પ્રક્રિયા અનુસરવા આગોતરા  જામીન અરજી અધિક સેસન્સ જજ  પ્રશાંત જૈને આગોતરા જામીન મંજુર કરતો  હુકમ ફરમાવેલ છે. 

આ કેસની વિગતે તા.૧૯/૧૨/ર૦ર૦ ના રોજ અશ્વિન ગસ્ટહાઉસમાં ભાડાના રૂમ રાખી  વિક્રમ ખાંડેખા એ આત્મહત્યા કરેલ જેનુ મુખ્ય કારણ અન્ય સ્ત્રી સાથેના સંબંધ જવાબદાર  હોય પરંતુ ગુજરનારના ભાઈ દ્વારા ગુજરનારના સંબંધી માસીયાઇ સાઢુભાઈ કે જે  પોલીસમેન હોવાથી એક-માસ પછી એફ.આઈ.આર. નોંધાવી હેરાન પરેશાન કરવાના  ઈરાદે આક્ષેપીત ગુન્હો દાખલ કરાવેલ જે ફરીયાદ અન્વયે આરોપીના નામ જોગ ફરીયાદ  હોવાથી ધરપકડ થવાની દહેશત સામે પોલીસમેન ભરતભાઈ ઉર્ફે દેવાણદભાઈ જીવણભાઈ  સવસેરા એ એડવોકેટ જયેન્દૂ એચ. ગોંડલીયા તથા ચેતનાબેન આર. કાછડીયા મારફત  આગોતરા જામીન અરજી ગુજારતા  સેસન્સ અદાલતના જજશ્રી પ્રશાંત જૈને   એડવોકેટની રજુઆત તથા વડી અદાલતોના ચુકાદાઓ તથા સત્ય હકીકત મુજબ ભરતભાઈ  દ્વારા ગુજરનારને મરવા મજબુર કરેલ હોય તેવો કોઈ પુરાવો નહી હોવા છતા ધરપકડ  થવાની સંભાવના હોવાથી રજુઆત ધ્યાને લઈ આગોતરા જામીન માટે પ્રથમ દર્શનીય કેસ  માની અરજી મંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

 અરજદાર/ આરોપી ભરત ઉર્ફે દેવાણંદભાઇ જીવણભાઇ સવસેરા તરફે વકીલ ચેતનાબેન આર. કાછડીયા તથા ગોંડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ. ગોંડલીયા, હિરેન ડી. લિંબડ, મોનિષ જોશી, કુલદિપસિંહ વાઘેલા, વિરલ વડગામા, સીરાકમુદ્દીન એમ સેરસીયા, કરણ ડી. કારીયા (ગઢવી), પિયુષ કોરીગા, મૌલીક ગોધાણી, ક્રિષ્નાબેન પીઠડીયા, કાજલબેન જી. ખસમાણી, ખુશી જી. ચોટલીયા, નિરાલી કોરાટ તથા મયુર એચ. ગોંડલીયા અને સમીર શેરસીયા રોકાયેલ હતા.

(4:09 pm IST)