Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ભાજપના ૨૨ ઉમેદવારો કરોડપતિ : ૧૦ સામે પોલિસ ફરિયાદ

સૌથી વધુ ધનાઢયમાં પુષ્કર પટેલ, નેહલ શુકલ, નિલેશ જલુ તથા દેવાંગ માંકડ મોખરે

રાજકોટ,તા. ૯: આગામી ૨૧ ફેબ્રુઆરીના મનપાની ચૂંટણી પણ યોજાશે. રાજકોટ મનપાની વાત કરીએ તો રાજકોટ મનપામાં કુલ ૧૮ વોર્ડ છે અને ૭૨ ઉમેદવારો છે. તમામ પક્ષો દ્વારા ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ પણ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે હવે તમામ પક્ષો ચૂંટણીમાં જીત માટે પ્રચાર લાગ્યા છે. તમામ પક્ષના ઉમેદવારો અલગ અલગ વિશેષતા ધરાવે છે. જેમાં ભાજપના ૭૨ ઉમેદવારોમાંથી ૨૨ ઉમેદવારો કરોડપતિ હોવાનું સામે આવ્યું છે.

ભાજપના કરોડપતિ ઉમેદવારો

ભાજપના ૭૨ ઉમેદવારમાંથી ૨૨ કરોડપતિ છે. જેમાં સૌથી વધુ સંપત્ત્િ। ધરાવતા ઉમેદવારોમાં પુષ્કર પટેલ ૧૪.૫૫ કરોડ, નેહલ શુકલ ૧૧.૨૨ કરોડ, નિલેશ જલુ ૭.૪૯ કરોડ, દેવાંગ માંકડ ૨.૧૧ કરોડ, સુરેન્દ્રસિંહ વાળા ૨.૩૨ કરોડ, વજીબેન ગોલતર ૧.૦૫ કરોડ, દિલીપ લુણાગરિયા ૧.૩૯ કરોડ, અશ્વિન પાંભર ૬.૦૯ કરોડ, બિપીન બેરા ૭.૨૩ કરોડ, ડો. દર્શના પંડ્યા ૪.૨૯ કરોડ, પ્રીતિબેન દોશી ૧.૧૧ કરોડ, વર્ષાબેન પાંધી ૧.૨૯ કરોડ, જયાબેન ડાંગર ૧.૩૧ કરોડ, કેતન ઠુંમર ૧.૨૭ કરોડ, વિનુ સોરઠિયા ૧.૩૨ કરોડની સંપત્ત્િ। હોવાનું જાહેર કર્યું છે.

૧૦થી વધુ ઉમેદવારો પર પોલીસ ફરિયાદ

ભાજપના ૭૨ ઉમેદવારોમાંથી ૧૦થી વધુ ઉમેદવારો સામે પોલીસ ફરિયાદ અત્યાર સુધીમાં નોંધાઇ છે. જેમાં જિતુ કોટડિયા અને દેવાંગ માંકડ સામે પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરવાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. જયારે નેહલ શુકલ, સુરેન્દ્રસિંહ વાળા, નિલેશ જલુ સામે ૩૦૭ સહિતની કલમ મુજબ, તેમજ કાળુ કુંગશિયા ગેરકાયદેસર હથિયાર સહિતના ગુના નોંધાયા છે. જયારે નિલશે જલુ સામે મારામારી સહિત, વોર્ડ નંબર ૪ના પરેશ પીપળિયા મારામારી અને એસ્ટ્રોસિટી, ગેરકાયદે હથિયાર રાખવા સહિતના ગુના અત્યાર સુધીમાં નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

(4:10 pm IST)