Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

કમ્મરતોડ ટેકસનું ભારણ ઘટાડવા પ્રયત્નો કરીશું: કોંગ્રેસ

વોર્ડનં.૪ના કોંગી ઉમેદવારો ઠાકરશીભાઇ ગજેરા, રામભાઇ આહિર, સીમ્મીબેન જાદવ અને શિતલબેન પરમાર કહે છે વિસ્તારમાં ખૂટતી તમામ સુવિધાઓ પુરી પાડવાના પ્રયત્નો કરીશું

રાજકોટઃ તા.૯, વોર્ડનં.૪ના કોંગી ઉમેદવારો ઠાકરશીભાઇ ગજેરા, રામભાઇ આહિર, સીમ્મીબેન જાદવ અને શિતલબેન પરમારે જણાવ્યુ હતુ કે ભાજપ સરકાર દ્વારા પ્રજા ઉપર અનેકવિધ ટેકસઝીંકી દીધા છે. જેમાં ઘટાડો લાવવા પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

આ ચારેય ઉમેદવારોએ વધુમાં જણાવેલ કે જો ચૂંટણીમાં વિજેતા બનીને સતા ઉપર આવીશું તો આમ જનતાના તમામ કાર્યો પ્રત્યે પુરતુ ધ્યાન આપીશું. વોર્ડનં.૪નો  છેલ્લો વિસ્તાર વિકસી રહેલ કોઇ ખુટતી તમામ સુવિધાઓ પુરી પાડવાના જરુરી તમામ પ્રયાશો કરીશું તેમજ જનતા ઉપર જે ટેકસનું ભારણ છે તે ઘટાડવાના પ્રયત્ને કરીશું.

હાલની શાસન પ્રણાલીથી કંટાળેલ આમ જનતાને રાહત મળે તેવા સતત પ્રયત્નો કરીશું જનતા ઉપર ખોટા દંડ, નિયમો ટેકસ અંકુશો લાદવામાં આવે છે તેમાંથી મુકિત અપાવીશું ચૂંટાયા બાદ જનતાના જીવન જરુરી તથા રોજીંદા જીવનને સ્પર્શતા તમામ કાર્યો અમો જનતાના સેવક બનીને કરીશું .

તસ્વીરમાં કોંગ્રેસના ઉમેદવારો ઠાકરશીભાઇ ગજેરા મો.૯૫૧૦૯ ૯૦૯૦૦, રામભાઇ આહિર મો.૭૬૦૦૦ ૦૯૬૯૦, સીમ્મીબેન જાદવ મો.૯૯૧૩૫ ૪૪૦૧૮, શીતલબેેન પરમાર મો.૮૧૪૦૨ ૩૫૦૬૫ સાથે વોર્ડનં.૪ કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ ટોપીયા તેમજ નારણભાઇ સવસેટા, ભાવેશ લીંબાસીયા, હાર્દિક પરમાર, અનીલભાઇ જાદવ, આશીષસિંહ વાઢેર, દિલીપભાઇ ત્રિવેદી નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:11 pm IST)