Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

કયા સ્થળે મતદાન કરશો ? મ.ન.પા.ની ચૂંટણી શાખા કન્ટ્રોલરૂમ શરૂ કરશે

વોર્ડ વાઇઝ ફોટા સાથે મતદારયાદી ખરીદવાનો પ્રારંભ : આજ દિન સુધીમાં ૨૦ થી ૨૫ યાદી વેંચાઇ

રાજકોટ,તા. ૯: મ્યુ.કોર્પોરેશન ચૂંટણી શાખામાં હવે મતદાર યાદી ખરીદવા માટે પડાપડી શરૂ થઇ છે . વોર્ડ નં .૧ થી ૧૮ ની મતદારયાદીની હાર્ડકોપી ઉપરાંત સીડી પણ ઉપલબ્ધ છે ત્યારે ઉમેદવારો અને તેમના ટેકેદારો દ્વારા બુથવાઇઝ કામગીરી માટે વોર્ડવાઇઝ મતદાર યાદી ખરીદવામાં આવી રહી છે.

આ અંગે મ.ન.પા.નાં ચૂંટણી શાખાના આસી. મેનેજર શ્રી આરદેશાણાના જણાવ્યા પ્રમાણે  વોર્ડ નંબર મુજબ દરેક વોર્ડની મતદાર યાદીના અલગ અલગ ભાવ નિયત કરાયા છે . આ ઉપરાંત જે વોર્ડવાઇઝ મતદાર યાદીનીકોમ્પકટ ડીસ્ક જોઇતી હોય તો તે માટે રૂા .૧૦૦ ની ફી રાખવામાં આવી છે . જોકે , સીડીમાં મતદાર યાદીમાં મતદારોના ફોટા ઉપલબ્ધ હોતા નથી જયારે હાર્ડ કોપીમાં ફોટા સાથે મતદાર યાદી આપવામાં આવી રહી છે. સમગ્ર શહેરના તમામ ૧૮ વોર્ડની મતદાર યાદીની કિંમત રૂા .૩૦,૪૮૩ રાખવામાં આવી છે. આજ દિન સુધીમાં ૨૦ થી ૨૫ મતદારયાદીની ખરીદી કરવામાં આવી છે. હજુ આગામી બે-ત્રણ દિવસમાં માંગ વધે તેવી શકયતાઓ વ્યકત કરવામાં આવી હતી.

વોર્ડ વાઇઝ કિંમત

તંત્ર દ્વારા વેંચાણ માટે મૂકવામાં આવેલ વોર્ડ વાઇઝ ફોટાવાળી મતદાર યાદીની કિંમત નીચે મુજબ છે. જેમાં વોર્ડ નં. ૧નાં રૂ. ૧૯૭૪, વોર્ડ નં.૨નાં રૂ. ૧૫૬૧, વોર્ડનં. ૩નાં૨૧૮૬, વોર્ડ નં. ૪ રૂ. ૧૫૮૨, વોર્ડ નં. ૫ રૂ. ૧૩૬૩, વોર્ડ નં.૫ રૂ. ૧૩૮૭, વોર્ડ નં.૭ રૂ. ૧૭૪૮, વોર્ડ નં.૮ રૂ.૧૮૧૬, વોર્ડ નં.૯ રૂ.૧૯૩૩, વોર્ડ નં.૧૦ રૂ. ૧૫૨૭, વોર્ડ નં.૧૧ રૂ.૨૧૪૫, વોર્ડ નં.૧૨ રૂ.૧૬૩૦, વોર્ડ નં.૧૩ રૂ. ૧૬૩૪,વોર્ડ નં.૧૪ રૂ. ૧૭૦૯, વોર્ડ નં.૧૫ રૂ. ૧૩૬૯, વોર્ડ નં.૧૬ રૂ. ૧૪૭૫, વોર્ડ નં.૧૭ રૂ. ૧૬૮૫, તથા વોર્ડ નં. ૧૮ નાં રૂ. ૧૭૭૫નાં સમાવેશ થાય છે.

કેન્ટ્રોલ રૂમ શરૂ થશે

વધુમાં શ્રી આરદેરાણાએ જણાવ્યું હતું કે, આગામી ટૂંક સમયમાં કોર્પોરેશનની ચૂંટણી શાખામાં મતદારો માટે કન્ટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે. જેમાં મતદારો ફોન દ્વારા કયા વોર્ડમાં કયા સ્થળેમાં મતદાન કરવાનું રહેશે તેમ જાણકારી આપવામાં આવશે.

(4:11 pm IST)