Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

બપોર બાદ ઉમેદવારોને પ્રતિક ફાળવણીઃ અમાન્ય રાજકીય પક્ષોને ૧પ૦માંથી તો અપક્ષને ર૦૦માંથી પ્રતિક ફાળવાશે

અમાન્ય રાજકીય પક્ષો માટે બેટ-દડો-કપ રકાબી-કેમેરો-બેટરી-ટીવી-ખાટલો-રીક્ષા સહિત ૧પ૦ પ્રતીકો... : અપક્ષો માટે એસી-કબાટ-સફરજન-બંગડી-પટ્ટો-બીસ્કીટ-બેન્ચ-બ્રશ-કેરબો-કેપ-કેરમ સહિત ૧૯૮ પ્રતિકો...

રાજકોટ તા. ૯: રાજકોટ મહાનગર પાલિકા ચૂંટણીમાં આજે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે, બપોરે ૩ વાગ્યા પછી ચિત્ર સ્પષ્ટ થશે, આ પછી બેલેટ પેપર છાપવા અને ઉમેદવારોને પ્રતિકોની ફાળવણી અંગે કાર્યવાહી હાથ ધરાશે.

દરમિયાન ચૂંટણી અધીકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે માન્ય રાજકીય પક્ષો ભાજપ-કોંગ્રેસ-એનસીપી-બસપા-આપ વિગેરે માટે પ્રતિકો ફાઇનલ છે, પરંતુ અમાન્ય રાજકીય પક્ષો અને અપક્ષો માટે રાજય ચૂંટણી પંચે જે બુકલેટ મોકલી છે, તેમાંથી ફાળવણી કરાશે.

અમાન્ય રાજકીય પક્ષો માટે કુલ ૧પ૦ પ્રતિક છે, જેમાં બેટ-દડો-કપ રકાબી-કેમેરો-બેટરી-ટીવી-ખાટલો-રીક્ષા વિગેરેનો સમાવેશ થાય છે, કુલ આવા ૧પ૦ ચિન્હોમાંથી બપોરે ૪ વાગ્યે ફાળવણી થશે.

જયારે અપક્ષો માટે ૧૯૮ મુકત પ્રતિકો છે, એમાંથી ફાળવણી થશે, આ પ્રતિકોમાં એસી-કબાટ-સફરજન-બંગડી-પટ્ટો-પાઉંરોટી-બીસ્કીટ-પેટી-સાયકલમાં હવા ભરવાનો પંપ-બેન્ચ-ઇંટો-બ્રશ-કેરબો-કેલ્યુકેલેટર-કેપ-કેરમ-સીમલા મીર્ચ-સાંકળ-ક્રેઇન-ડોરબેલ-એકસ્ટેશન બોર્ડ-કાનની વાળી-પરબીડીયું-ફુટબોલ-ઝબરિ-ગેસ સ્ટવ વિગેરેનો સમાવેશ થાય છે.

(4:12 pm IST)