Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવારોની યાદીને આખરી ઓપઃ ગુરૂવાર સુધીમાં જાહેરાત

ત્રંબામાં પ્રથમ પસંદગી ભૂપત બોદરઃ સરધારમાં વિરાણી, પડધરીમાં તળપદા : કુવાડવામાં રંગાણી પરિવારને તકઃ બેડીની ટીકીટ આહીર સમાજને દેરડી કુંભાજીમાં રાજુ ડાંગર નક્કીઃ કોટડામાં ઠુમર અથવા વઘાસિયા

રાજકોટ, તા. ૯ :. જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો અને ૧૧ તાલુકા પંચાયતોની બેઠકો માટે (૨૦૨ બેઠકો) ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. તા. ૧૩મીએ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી તા. ૧૨ અને ૧૩ ધસારો રહેશે. ભાજપના ઉમેદવારો તા. ૧૧ સુધીમાં જાહેર થશે તેમ ભાજપના વર્તુળો જણાવે છે.

ત્રંબા જિલ્લા પંચાયત બેઠક પર ભૂપત બોદર પાર્ટીની પ્રથમ પસંદગી છે. સંજય ત્રાપસિયા પણ દાવેદાર છે. સરધારમાં નિલેષ વિરાણીની ટીકીટ માટે કોઈ વિઘ્ન જણાતુ નથી. વિકલ્પે વિલાસ ઢાંકેચાનુ નામ છે. જીવરાજ રાદડિયા ઉંમરના મુદ્દે બાદ થઈ ગયા છે. ત્રંબા - સરધાર બેઠકમાં હરદેવસિંહ જાડેજા જુથ સાથેના સમીકરણો પણ ભાગ ભજવશે. ભાજપના બન્ને જુથો વચ્ચે સમાધાનની શકયતા નકારાતી નથી. કુવાડવા બેઠકમાં સંજય રંગાણી પરિવારની મહિલાનું નામ મોખરે છે. મંજુલાબેન વસંતભાઈ લીંબાસિયાના પ્રયાસો પણ ચાલુ છે. બેડલા બેઠકમાં કોળી સમાજમાંથી ટીકીટ અપાશે. નવાગામ, આણંદપર બેઠકમાં કોળી સમાજમાંથી અને બેડી બેઠકમાં આહીર સમાજમાંથી નામ ચાલે છે.

લોધિકાની એક બેઠકમાં અનિરૂદ્ધ ડાભી અને મુકેશ તોગડિયા ચર્ચામાં છે. કોટડાસાંગાણી બેઠક પર કોંગી નેતા અર્જુન ખાટરિયા સામે ભાજપ વિનુભાઈ ઠુંમર અથવા શૈલેષ વઘાસિયાને મેદાને ઉતારે તેવા એંધાણ છે. દેરડી કુંભાજી બેઠક પર રાજુ ડાંગરનું નામ નક્કી જણાય છે. પડધરી બેઠકમાં ધીરૂભાઈ તળપદા નહિ તો મનોજ પેઢડિયાને ટીકીટ મળે તેવા સંજોગો છે.

(4:13 pm IST)