Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

૧ મત ગણતરી કેન્દ્રનાં એક હોલમાં માત્ર ૭ ટેબલ જ રાખી શકાશેઃ ગણતરી સ્થળે સરઘસની મનાઇ

કોરોના ગાઇડ લાઇનનું ચુસ્ત પાલનઃ થર્મલ સ્કેનીંગ, માસ્ક, હેન્ડ ગ્લોવ્સ, સેનેટાઇઝર ફરજીયાતઃ ચૂંટણી પંચે નિયમો જાહેર કર્યા

રાજકોટ, તા. ૯ : રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી માટેની એસોપી બહાર પાડી છે. ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, બીજી તરફ એસઓપી અંતર્ગત મતગણતરી દરમ્યાન કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવું પડશે. ઉલ્લેખનીય છે કે મતગણતરી હોલમાં ૭ કરતાં વધુ ગણતરીના ટેબલને મંજૂરી આપવામાં નહીં આવે. મતગણતરી માટે વધારાના ચૂંટણી મદદનીશ અધિકારીઓની નિમણૂક કરીને અલગ હોલમાં જે તે મત વિસ્તારની મતગણતરીની વ્યવસ્થા કરવાની રહેશે.આ ઉપરાંત મતગણતરી હોલમાં ૭ કરતા વધુ ટેબલને મંજૂરી નહીં.  મતગણતરી માટે શક્ય હોય ત્યાં સુધી મોટા હોલની પસંદગી કરવાની રહેશે. મતગણતરી પહેલા સ્થળને સેનિટાઇઝ કરવાનું રહેશે. તમામ કર્મચારી અને અધિકારીઓએ ફેસ માસ્ક પહેરવા ફરજીયાત મતગણતરી માટે શક્ય હોય ત્યાં સુધી મોટા હોલની પસંદગી કરવાની રહેશે.

તેમજ મતગણતરીમાં સામેલ તમામ કર્મચારીઓને થર્મલ ગનથી સ્ક્રિનિંગ કર્યા બાદ જ પ્રવેશ મળશે વધારાના ચૂંટમી મદદનીશ અધિકારીઓની નિમણુંર કરી મતણતરીની વ્યવસ્થા કરવાની રહેશે. વિજેતા ઉમેદવાર મતગણતરીના સ્થળે સભા કે સરઘસ નિકળી નહી શકે મતગણતરી કેન્દ્ર પર મેડિકલ ટીમ અને એમ્બ્યુલ્નસ સ્ટેન્ડ બાય રાખવામાં આવશેકોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાવવાની જવાબદારી નોડલ ઓફિસરના શિરે રહેશે.

હોલમાં ૭ કરતા વધુ ટેબલને મંજૂરી નહીં

ઉપરાંત  મતગણતરી સ્થળે તમામ કર્મચારી અને અધિકારીઓએ ફેસ માસ્ક પહેરવા ફરજિયાત રહેશે. મતગણતરી કેન્દ્ર ઉપર એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. મતગણતરી માટે શક્ય હોય ત્યાં સુધી મોટા હોલની પસંદગી કરવાની રહેશે. મતગણતરી પહેલા સ્થળને સેનિટાઈઝ કરવાનું રહેશે. વિજેતા ઉમેદવાર મતગણતરીના સ્થળે સભા કે સરઘસ કરી શકશે નહીં. મતગણતરી પૂર્ણ થયા બાદ ઈવીએમને સેનિટાઇઝ કરી સ્ટ્રોંગ રૂમમાં મોકલી દેવાના  રહેશે.

(4:14 pm IST)