Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

બપોરે ૪ વાગ્યાથી બેલેટ પેપર છાપવા R.O.ની દોડધામ

ઉમેદવારી ચીત્ર સ્પષ્ટ થયે તમામ સરકારી પ્રેસમાં: અનેક વોર્ડમાં બે-બે EVM રાખવા પડે તેવા સંજોગો... : બેલેટ પેપર ટેન્ડર વોટ-EVM -પોસ્ટલ-સર્વીસ વોટર્સ માટે છાપવા પડશેઃ દરેક R.O. દીઠ રપ૦૦ થી ૩ હજાર બેલેટ પેપર છપાશે...

રાજકોટ તા. ૯: આજે બપોરે ૩ વાગ્યે દરેક વોર્ડનું ઉમેદવારી ચિત્ર સ્પષ્ટ થશે, અને તે સાથે બપોરે ૪ વાગ્યાથી પ્રતિક ફાળવાયા બાદ તમામ ૬ રીટર્નીંગ ઓફીસરો દ્વારા બેલેટ પેપર છાપવા સરકારી પ્રેસમાં દોડધામ કરાશે, ચિત્ર સ્પષ્ટ થયે R.O. ની ટીમો શ્રોફ રોડ પર સરકારી પ્રેસમાં દોડી જશે, અનેક વોર્ડમાં બે-બ EVM-બૂથ ઉપર રાખવા પડે તેવા સંજોગો હોય, માથાકૂટ વધી જશે, અને દરેક R.O. દીઠ રપ૦૦ થી ૩ હજાર બેલેટ પેપર છાપવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

ચૂંટણી અધીકારી સૂત્રોના ઉમેર્યા મુજબ દરેક R.O. દ્વારા દરેક બૂથ દીઠ ર૦-ર૦ બેલેટ પેપર ટેન્ડર પોટ માટે, ઇવીએમ ઉપર રાખવા માટે સ્ટાફની તાલીમ હોય ત્યારે તેમનું વોટીંગ લેવા સંદર્ભે પોસ્ટલ બેલેટ માટે, અને વોર્ડવાઇઝ ગુજરાત બહાર ફરજ બજાવતા સર્વીસ વોટર્સ માટે બેલેટ પેપર છાપવાનો વારો આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટ શહેરમાં ૪૦૦ થી વધુ સર્વીસ વોટર્સ જુદા જુદા વોર્ડ થઇને આપેલા છે, આ તમામને આજે રાત સુધીમાં જે તે મામલતદાર દ્વારા રવાના કરી દેવાશે, કાલથી તો દરેક સ્ટાફની પ્રથમ તાલીમ શરૃ થઇ રહી છે.

(4:38 pm IST)