Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

દેશભરમાં રાજકોટ ટોપ ફાઇવમાં : ડીસ્‍ટ્રીકટ સ્‍કીલ ડેવલપમેન્‍ટ પ્‍લાન માટે રાજકોટ કલેકટરને એવોર્ડ : કાલે દિલ્‍હીમાં સમારોહ

રાજકોટના તત્‍કાલીન કલેકટર રેમ્‍યા મોહન તથા વર્તમાન કલેકટરના માર્ગદર્શન હેઠળ આ DSDP પ્‍લાન ખાસ તૈયાર કરાયો : ૭૦૦ જિલ્લામાંથી કલેકટરે પ્રેઝન્‍ટેશન કરેલ પ્‍લાન પસંદગી પામ્‍યો : સાંજે અરૂણ મહેશબાબુ દિલ્‍હીમાં

રાજકોટ તા. ૮ :  સરકારશ્રીનાં દ્વારા કાર્યરત મિનિસ્‍ટ્રી ઓફ સ્‍કિલ એન્‍ડ એન્‍ટરપ્રીન્‍યોરશીપ (MSDE) દ્વારા ડિસ્‍ટ્રીકટ સ્‍કીલ ડેવલોપમેન્‍ટ પ્‍લાન માટે એવોર્ડ ઓફ એકસલન્‍સ આપવામાં આવે છે.
વર્ષ ૨૦૨૦-૨૧માં દેશભરમાંથી આશરે ૭૦૦ ડીસ્‍ટ્રીકટ સ્‍કીલ ડેવલોપમેન્‍ટ પ્‍લાન સબમિટ કરેલ હતા. જે અંતર્ગત રાજકોટ જિલ્લાનો ‘ડીસ્‍ટ્રીકટ સ્‍કીલ ડેવલોપમેન્‍ટ  પ્‍લાન' એવોર્ડ ઓફ એકસેલન્‍સ માટે પસંદગી પામ્‍યો હતો. જેનાં ભાગરૂપે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુને કાલે તા. ૯ જુનનાં રોજ દિલ્‍હી ખાતે MSDE દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે.
DSDP પ્‍લાન કેન્‍દ્ર સરકારના ડિપાર્ટમેન્‍ટ દ્વારા રાજકોટ ખાતે મહાત્‍મા ગાંધી નેશનલ ફેલોશ્રી હિરલચંદ્ર મારૂ અને  રાજકોટ જિલ્લાના ડીસ્‍ટ્રીકટ ડેવલપમેન્‍ટ ઓફિસર, નોડલ આચાર્ય, ઔદ્યોગિક તાલીમ સંસ્‍થાનાં આચાર્ય નિપુણ રાવલ, રાજકોટ જિલ્લાનાં પૂર્વ કલેકટર રેમ્‍યા મોહન અને હાલનાં કલેકટર અરૂણ મહેશ બાબુનાં માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્‍યો હતો.
આ પ્‍લાન બનાવવામાં પૂર્વ રીજીયોનલ ડેપ્‍યુટી ડાયરેક્‍ટર એમ એમ  દવે,  રાજકોટ જિલ્લાના એપ્રેન્‍ટીસ એડવાઈઝરો, રાજકોટના વિવિધ ઔદ્યોગિક એસોસીએશન, તાલુકા કક્ષાના આઈ.ટી.આઈના આચાર્ય, રાજકોટના પ્‍લેસમેન્‍ટ ઓફિસરોનો અને ગુજરાત સ્‍કિલ ડેવલપ મિશનનાં મેનેજીંગ ડિરેકટર સહિતનાં અધિકારીઓએ પોતાનો ફાળો આપ્‍યો છે.
દરમિયાન કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ અકિલા સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતું કે, આ એવોર્ડ સંદર્ભે નીતિ આયોગ - આઇઆઇટી ખડગપુર - દિલ્‍હી હાઇ ક્‍વોલિટી પ્રેઝન્‍ટેશન કરાયું હતું. સતત અર્ધો કલાક સુધી વિગતો અપાઇ હતી. કુલ ૭૦૦ જિલ્લામાંથી દેશના ટોપ ૧૫ જિલ્લાની પસંદગી થઇ અને તેમાં ટોપ-૫માં રાજકોટ જિલ્લો આવ્‍યો છે.

(3:01 pm IST)