Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

શહેરમાં કોરોનાના વધુ ૩ કેસ : ટેસ્‍ટીંગ વધારવા મ્‍યુ. કમિશનરનો આદેશ

હાલ ૧૫ દર્દીઓ સારવાર હેઠળ : કુલ કેસનો આંક ૬૩,૭૨૪ : બપોર સુધીમાં શૂન્‍ય કેસ

રાજકોટ તા. ૮ : છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાના શહેરમાં ગઇકાલે વધુ ૩ કેસ નોંધાયા છે. હાલ ૧૫ દર્દીઓ સારવાર હેઠળ છે. શનિવારથી સતત કોરોના કેસ નોંધાતા મનપાના આરોગ્‍ય શાખામાં દોડધામ મચી જવા પામી છે. શહેરમાં કોરોનાના ટેસ્‍ટીંગ વધારવા મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ આરોગ્‍ય વિભાગના અધિકારીઓને આદેશ આપ્‍યો છે.
મ્‍યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતીમાં જણાવ્‍યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં એકપણ કેસ નોંધાયો નથી. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ ૬૩,૭૨૪ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્‍યા છે. જ્‍યારે આજ દિન સુધીમાં કુલ ૬૩,૨૧૦ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૨૪૬ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૩ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૨૨ ટકા થયો હતો. આજદિન સુધીમાં ૧૮,૨૩,૭૪૯ લોકોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી સંક્રમિત થતા પોઝિટિવ રેટ ૩.૪૯ ટકા થયો છે. રિકવરી રેટ ૯૯.૧૯ ટકાએ પહોંચ્‍યો છે.

 

(2:55 pm IST)