Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

જીલ્લામાં પ વર્ષથી એક સ્થળે ફરજ બજાવતા ૧૧૮ પોલીસ કર્મીઓની બદલી

રાજકોટ, તા., ૯:  જીલ્લામાં એક જ પોલીસ મથકમાં પાંચ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા ૧૧૮ પોલીસ કર્મચારીઓની  બદલી કરાઇ છે.

રૃરલ એસપી જયપાલસિંહ રાઠોડે ચાર્જ સંભાળતાની સાથે જ જીલ્લાના પોલીસ બેડામાં સાફસુફી શરૃ કરી છે. જીલ્લાના અલગ-અલગ પોલીસ મથકમાં એક જ સ્થળે પાંચ વર્ષથી ફરજ બજાવતા ૧૧૮ પોલીસ કર્મચારીઓના બદલીના હુકમો ગઇકાલે કર્યા હતા.

પોલીસ કર્મચારીઓની બદલીઓ બાદ ટુંક સમયમાં જીલ્લાના પોલીસ  મથકોના અધિકારીઓની અરસ-પરસ બદલીઓ તોળાઇ રહી છે.

(2:52 pm IST)