Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ભૂષણ સ્‍કુલનું ધો. ૧૦-૧રમાં શ્રેષ્‍ઠ પરિણામની પરંપરા

 રાજકોટ : ભૂષણ સ્‍કુલનું તાજેતરના ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના પરિણામોએ ફરીવાર પૂરવાર કરી બતાવ્‍યું છે. ધો.૧૦ તથા ઘો.૧૨ નું અંગ્રેજી માધ્‍યમનું પરિણામ ૧૦૦%  અને ગુજરાતી માધ્‍યમનાં કુલ ૨૫૩ વિદ્યાર્થીઓમાંથી ૨૪૭ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. જેમાં A-1 ગ્રેડ પ્રાપ્ત કરનાર ૧૮ વિદ્યાર્થીઓમાં ૯૯.૯૮ PR સાથે પડાયા માનસીબેને સમગ્ર બોર્ડમાં દ્વિતીય સ્‍થાન પ્રાપ્ત કરેલ છે. જેમણે ગણિત, વિજ્ઞાન અને સંસ્‍કળત વિષયમાં ૧૦૦/ ૧૦૦ ગુણ મેળવેલ છે. તદુપરાંત શાળાના વિદ્યાર્થી મકવાણા ત્રડત્‍વિકભાઇએ સંસ્‍કળત વિષયમાં બોર્ડ ફર્સ્‍ટ - ૧૦૦ ગુણ મેળવેલ છે. H.S.C. બોર્ડ કોમર્સ અને સાયન્‍સના પરિણામો પણ શાળાની ઉત્‍કળષ્ટ પરંપરા મુજબ શાનદાર રહ્યાં. ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહનું ૯૭% પરિણામ એ વાતની સાબિતી છે. પટેલ હિંમત ૯૯.૯૯ PR સાથે સમગ્ર બોર્ડમાં પ્રથમ સ્‍થાને ઉત્તીર્ણ થયા. તેમણે ગુજકેટમાં પણ ૧૨૦ ગુણમાંથી ૧૧૮.૭૫ ગુણ મેળવી શાળાની શાનમાં વધારો કર્યો. શ્રી ભૂષણ સ્‍ફૂલ વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓએ ગત વર્ષોમાં મેડિકલ અને એન્‍જિનયરીંગ ક્ષેત્રે પ્રવેશ મેળવી અનેરી સિદ્રિઓ મેળવી છે.  સફળતા પાછળનું રહસ્‍ય શાળામાં જ વિદ્યાર્થીઓને JEE અને NEET ની પરીક્ષાનું આયોજનબદ્ધ માર્ગદર્શન અને પ્રખર પ્રેક્‍ટેસ વર્ક છે. યોગ્‍ય માર્ગદર્શન, વિદ્યાર્થીઓની લગન, ડાઉટ સોલ્‍યુશન, રીડીંગ-રાઇટીંગની સતત પ્રેક્‍ટિસ વગેરેને કારણે ભૂષણ સ્‍ફૂલ હંમેશા ઉત્‍કળષ્ટ પરિણામ મેળવે છે. શ્રી ભૂષણ સ્‍ફૂલ - ધો.૧૨ (કોમર્સ)માં પણ સતત ૧ર વર્ષથી ઉત્‍કળષ્ટ અને શાનદાર પરિણામો દ્વારા રાજકોટ  નહિ, સમગ્ર ગુજરાતમાં કિંગ ઓફ કોમર્સની નામના ધરાવે છે. વર્ષ ૨૦૨૧-૨૨ નાં કુલ ૧૭૦ વિદ્યાર્થીઓમાંથી ૧૬૭ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા. તદુપરાંત ટોપટેનમાં શ્રી ભૂષણ સ્‍કૂલના છ-છ વિદ્યાર્થીઓએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્‍યો. એટલું જ નહીં, ભૂષણ સ્‍કૂલનાં કુલ ર૦ વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે, જે પણ એક અનોખી સિદ્ધિ છે. શ્રી ભૂષણ સ્‍કૂલની શિક્ષણજગતમાં આ અનેરી સિદ્ધિના સુત્રધાર - યુવા સંચાલકોશ્રી પરિમલભાઇ પરડવા અને મેહુલભાઇ પરડવાને શિક્ષણ વિદ્વાનો બિરદાવે છે અને અભિનંદન પાઠવે છે.

(3:20 pm IST)