Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

પુજીત રૂપાણી ટ્રસ્‍ટના ધોરણ ૧૦ના છાત્રોની ઝળહળતી સફળતા

રાજકોટ : આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવતા પરંતુ ભણવામાં અત્‍યંત તેજસ્‍વી તેવા વિદ્યાર્થીઓને ધો. ૮ થી ૧૨ સુધીની તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધાઓ વિનામૂલ્‍યે પુરી પાડતી સંસ્‍થા પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટના ધો. ૧૦ના લાભાર્થી છાત્રોએ તાજેતરમાં જાહેર થયેલા બોર્ડના પરિણામોમાં ઉત્‍કૃષ્‍ટ ટકાવારી સાથે ઝળહળતી સફળતા મેળવી સતત ૨૨માં વર્ષે ૧૦૦ ટકા પરિણામનો સિલસિલો જાળવી રાખ્‍યો છે. તમામ છાત્રોને ટ્રસ્‍ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્‍ટી શ્રીમતી અંજલીબેન રૂપાણીએ અભિનંદન પાઠવી કારકિર્દી માટે શુભેચ્‍છા પાઠવી હતી. ટ્રસ્‍ટના ત્રણ વિદ્યાર્થીઓ બોર્ડમાં ચમક્‍યાં જેમાં જાદવ હેત ૯૯.૯૭ પી.આર (બોર્ડમાં ત્રીજો), સોરઠીયા દર્શન ૯૯.૯૭ પીઆરઇ (બોર્ડમાં ત્રીજા) દાવડા નીરંક ૯૯.૯૫ પીઆર (બોર્ડમાં પાંચમો) નંબર મેળવેલ છે. ગણિતમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક મેળવનાર ૪ વિદ્યાર્થીઓ,સમાજવિદ્યામાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક મેળવનાર ૧ વિદ્યાર્થી કુલ ૨૧ માંથી A1 ગ્રેડ પ્રાપ્‍ત કરતા ૧૨ વિદ્યાર્થીઓ, A2 ગ્રેડ પ્રાપ્ત કરતા ૫ વિદ્યાર્થીઓ છે. ધો.૧૦માં ટ્રસ્‍ટમાં ૨૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં દર્શન સોરઠીયા, હેત જાદવ, નિરંક દાવડા, યશ મુંગરા, ખુશી ભીમજીયાણી, દિશાંત પીપળીયા, નિધિ કાપડિયા, યશ વારીયા, શ્‍યામ પરસાણા, પ્રણવ લક્કડ, અંજલી ચાવડા, જયદીપ માલકીયા, અભય ગોહેલ, શ્‍યામ દુબલ, દીપ કાનગડ, ઉર્વી જીવરાજાની, શુભમ ઝિંઝુવાડીયા, નીલ રાજ્‍યગુરૂ, પરસોતમ ઓળકીયા, નિકિતા સોલંકી, નેહા સરપદડીયા આ બધા જ વિદ્યાર્થીઓ ખૂબ સારા માકર્સ મેળવી ઉતીર્ણ થયા છે. ઉલ્લેખનીય છે કે ટ્રસ્‍ટ દ્વારા દતક લેવાતા બાળકોને ધો.૮માં શહેરની શ્રેષ્‍ઠ સ્‍કૂલોમાં એડમીશન અપાવી તેમને ધો.૧૨ સુધીનો તમામ શૈક્ષણિક ખર્ચ જેવો કે સ્‍કૂલ ફી, પુસ્‍તકો, માર્ગદર્શિકાઓ, યુનિફોર્મ, બુટ-મોજા, દફતર સહિતનો તમામ ખર્ચ ટ્રસ્‍ટ ભોગવે છે. વિદ્યાર્થીઓના ઘડતરની વ્‍યકિતગત કાળજી લેવા માટે ટ્રસ્‍ટી શ્રીમતી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્‍ટીઓ મહેશભાઇ ભટ્ટ, ડો.મેહુલભાઇ રૂપાણી, રાજેશભાઇ રૂપાણી,અમિનેષભાઇ રૂપાણી, કમીટી મેમ્‍બર્સ જયેશભાઇ ભટ્ટ, હિંમતભાઇ માલવિયા, હસુભાઇ ગણાત્રા, સી.કે.બારોટ, મીરાબેન મહેતા, ગીતાબેન તન્‍ના, ભારતીબેન બારોટ તથા વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટ જહેમત ઉઠાવે છે.

(3:20 pm IST)