Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

જાગનાથ પ્‍લોટ વિસ્‍તારમાં ફલેટમાં ચોરી કરવા અંગે પકડાયેલ આરોપીની જામીન અરજી રદ

રાજકોટ, તા. ૯ :  એપાર્ટમેન્‍ટના ફલેટમાં ચોરી કરનાર આરોપીની ચાર્જશીટ પછીની જમીન અરજી રદ કરવાનો સેસન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા. ર૭-૧ર-ર૧ ના રોજ જાગનાથ પેટ શેરી નં. ૧ માં આવેલ રાજદર્શન એપાર્ટમેન્‍ટમાં ત્રીજા માળે ફલેટ નં. ૧રમાં રહેતા ફરીયાદી ડો. સેજુલભાઇ કાંતિલાલ અટાળા એ તેમના ફલેટમાં ચોરી થયાની ફરીયાદ પ્ર.નગર પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલ અને ફલેટમાંથી કુલ ૪૭ તોલા સોનાના દાગીના તથા અઢી લાખ રોકડની ચોરી થયાનું જણાવેલ તે ગુન્‍હામાં પોલીસે આરોપી ડાડા ઉર્ફે ઇકબાલ મહમદભાઇ ઠેબા રહી સીતારામ સોસાયટી કોઠારીયા સોલવન્‍ટ વાળાની ધરપકડ કરેલ અને ૩ર  તોલા સોનુ તથા એક લાખ રોકડ રકમ કબઝે કરેલ અને આરોપી ડાડા ઉર્ફ ઇકબાલ ઠેબાને જેલ હવાલે કરેલ.

જેલમાંથી આરોપીએ ચાર્જશીટ પછી જામીન ઉપર છુટવા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપી ચોરીની ટેવ ધરાવે છે. અને આરોપી ઉપર ૧૩ જેટલા ગુન્‍હા નોંધાયેલા છે.

જો તેને જામીન આપવામાં આવશે તો ફરી આવા ગુન્‍હા કરશે અને લોકોની મિલ્‍કત સલામત રહેશે નહીં તે રજુઆતને ધ્‍યાને લઇ સેસન્‍સ જજ શ્રી જે.ડી. સુથાર જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(3:41 pm IST)