Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

કાલે રાજકોટ સહિત દેશભરના ૭પ શહેરોમાં લાઇવ ‘બજારો દ્વારા સંપતિનું સર્જન' સમારોહ : નાણામંત્રી ઉદ્‌્‌બોધન કરશે

ગુજરાતમાં રાજકોટ- અમદાવાદ-સુરતની પસંદગી- રાજકોટમાં હેમુગઢવી હોલ ખાતે બપોરે ૩ાા થી કાર્યક્રમ

રાજકોટ તા. ૯: ભારતીય સ્‍વતંત્રતાના ૭૫ વર્ષ સંપન્ન થવાના પ્રસંગે સમગ્ર દેશમાં આઝાદીના અમળત મહોત્‍સવની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને  કાલે દેશના તમામ રાજયો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોને આવરીને પસંદ કરેલાં ૭૫ શહેરોમાં એકસાથે બજારો દ્વારા સંપતિનું સર્જન વિષય પર પરિસંવાદ કાર્યક્રમ યોજાનાર છે. ગુજરાત રાજ્‍યમાં રાજકોટ, અમદાવાદ અને સુરત શહેરની આ પ્રકલ્‍પ અન્‍વયે પસંદગી કરવામાં આવી છે. જે મુજબ રાજકોટમાં આ પરિસંવાદ કાર્યક્રમ તા. ૧૦ જૂનના રોજ હેમુગઢવી હોલમાં બપોરના ૩.૩૦ કલાકે યોજાશે, જેમાં પ્રસિધ્‍ધ વક્‍તાઓ માર્ગદર્શન અને બજારને અનુલક્ષીને જરૂરી જાણકારી આપશે.

આ પરિસંવાદ કાર્યક્રમનું ૭૫ શહેરોમાં દિલ્લીથી લાઈવ પ્રસારણ થશે.  જેમાં ભારત સરકારના નાણામંત્રીશ્રી નિર્મલા સીતારામન દ્વારા મુખ્‍ય પ્રવચન આપવામાં આવશે. તેમજ રાજ્‍યના નાણા મંત્રીશ્રી ડો. ભાગવત કિશનરાવ કરાડ પણ આ પરિસંવાદ કાર્યક્રમમાં જોડાશે.

(4:16 pm IST)