Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

કોઠારિયા સોલવન્ટ નજીક ઝુંપડામાં આગ લાગતા નાસભાગ

આગમાં આઠ હજાર રોકડા, છ બાળકોના જન્મના સર્ટી. તથા આધારકાર્ડ સહિતનો માલસામાન બળી ગયો

રાજકોટ તા. ૯: કોઠારિયા સોલવન્ટ નજીક ફાટક પાસે ઝુંપડામાં આગ લાગતા ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ કોઠારિયા સોલવન્ટ નજીક ફાટક નજીક આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતા નાથાભાઇ સલાટના ઝુંપડામાં એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. નાથાભાઇએ તાકીદે ફાયર બ્રિગેડમાં જાણ કરા મવડી ફાયર બ્રિગેડ સ્ટાફે તાકીદે સ્થળ પર પહોંચી ર૦ મીનીટ સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગમાં આઠ હજાર જેટલી રોકડ તથા બાળકોના જનમ તથા આધારકાર્ડ તથા અન્ય બે વ્યકિતના આધાર કાર્ડ, મોબાઇલ સહિતનો માલ સામાન બળી ગયો હતો. આગ વેસ્ટેજ પડેલા કચરામાં લાગી હતી. આગ કયા કારણોસર લાગી તે જાણવા તપાસ થઇ રહી છે.

(1:03 pm IST)