Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

રાજકોટ જિલ્લા સહકારી સંઘની સભા સંપન્ન : ૧૫ ટકા ડીવીડન્ડ

રાજકોટ : જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની વાર્ષિક સાધારણ સભા વિઠ્ઠલભાઇ રાદડિયા ભવન, ગોંડલ ખાતે મળેલ જેમાં અધ્યક્ષ પદે સંઘના અધ્યક્ષ અને કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા ઉપસ્થિત રહેલ. તેમણે જણાવેલ કે આ સંઘ રાજ્યમાં મોખરાનું સ્થાન અને ૩૧૮ કરોડનું ટર્નઓવર ધરાવે છે. તમામ સભાસદોને ૧૫ ટકા ડીવીડન્ડ અપાશે. સંઘે ખાતર વિતરણમાં પહેલ કરી છે. સામાન્ય સભામાં સહકારી અગ્રણીઓ અરવિંદ તાગડિયા, ઘનશ્યામભાઇ ખાટરિયા, ગોરધનભાઇ ધામેલિયા, ભાનુભાઇ મેતા, ગોપાલભાઇ શીંગાળા, કનકસિંહ જાડેજા, પી.વી.પટેલ, જિલ્લા બેંકના જનરલ મેનેજર વી.એમ. સખિયા, ડેરીના ઓફીસર સુરેશ દેત્રોજા, સંઘના ઉપપ્રમુખ દલપત મોકડિયા, આર.સી. પટેલ વગેરે હાજર રહ્યા હતા.

(3:55 pm IST)