Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

તેજ રેસિડેન્સીના રોહિતને પડોશી અનિલે લાકડીથી ફટકારી હાથ ભાંગી નાંખ્યો

અનિલના પત્નિએ ગાળો દઇ ઝાપટો મારીઃ ઘર સામે પ્લોટમાં એંઠવાડ ફેંકી ગંદકી કરવાની ના પાડતાં ડખ્ખો થયાની ફરિયાદ

રાજકોટ તા. ૯: મોરબી રોડ પર સાનિધ્ય એપાર્ટમેન્ટ પાછળ તેજ રેસિડેન્સી-૨માં રહેતાં રોહિતને પડોશી દંપતિએ લાકડીથી ફટકારી હાથ ભાંગી નાંખતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ તેજ રેસિડેન્સી-૨માં રહેતાં રોહિત લક્ષમણભાઇ કાપડી (ઉ.વ.૨૨)ને સાંજે ઘર પાસે હતો ત્યારે પડોશી અનિલભાઇ હમીરભાઇ સારેસા અને તેના પત્નિ દક્ષાબેન અનિલભાઇએ મળી ગાળો દઇ ઢીકા-પાટુ-ઝાપટોનો માર મારી તેમજ અનિલભાઇએ લાકડીથી હુમલો કરી જમણા હાથે ફટકારી હાથ ભાંગી નાંખતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

ચોકીના સ્ટાફે જાણ કરતાં બી-ડિવીઝનના હેડકોન્સ. વી. કે. સોલંકીએ રોહિતની ફરિયાદ નોંધી હતી. તેના કહેવા મુજબ તેના ઘર નજીક ખુલ્લો પ્લોટ છે તેમાં અનિલભાઇના ઘરવાળા એંઠવાડ નાંખી જતાં હોઇ ગંદકી થતી હોવાથી રોહિતના સગા અંજુબેને એઠવાડ નાંખવાની ના પાડતાં ઝઘડો થયો હતો. રોહિત સમજાવવા જતાં અનિલભાઇ અને દક્ષાબેને હુમલો કર્યો હતો.

(12:45 pm IST)