Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

મોબાઇલમાં આઇડી મેળવી જૂગાર રમાડતો જીજ્ઞેશ રાદડીયા પકડાયો

ક્રાઇમ બ્રાંચના વી. જે. જાડેજા અને ટીમનો રણછોડનગરમાં દરોડો

રાજકોટ તા. ૯: મોબાઇલમાં આઇડી મેળવી ઓનલાઇન તિનપત્તી તથા ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાના વધુ એક કેસમાં ક્રાઇમ બ્રાંચે હરિ ધવા રોડ અયોધ્યા સોસાયટી-૧/૬ના ખુણે રહેતાં જીજ્ઞેશ ધીરજલાલ રાદડીયા (ઉ.૨૯)ને પકડી લીધો છે.

આ શખ્સ મોબાઇલ ફોનમાં ઇગલ એક્ષચેન્જ ૯૯.કોમ નામની આઇડી પર જૂગાર રમાડતો હોવાની અને સંત કબીર રોડ પર રણછોડનગર-૨માં કુબેર હોટેલ બહાર ઉભો હોવાની બાતમી ડીસીબીના જયેશભાઇ નિમાવત, અમીનભાઇ ભલુર અને સ્નેહ ભાદરકાને મળતાં એસીપી ડી. વી. બસીયા તથા પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ જયેશભાઇ, રાજદિપસિંહ, હેડકોન્સ. ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ, જયદિપસિંહ, હિરેન્દ્રસિંહ સહિતે દરોડો પાડી તેને પકડી લઇ રૂ. ૩૦ હજાર રોકડા તથા રૂ. ૧૫ હજારના બે મોબાઇલ ફોન કબ્જે કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાએ દારૂ-જૂગારની પ્રવૃતિ નાબુદ કરવા કેસ શોધી કાઢવા આપેલી સુચના અંતર્ગત આ કામગીરી થઇ હતી.

(12:46 pm IST)