Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

સ્પાની આડમાં કૂટણખાનુ ચલાવતાં પકડાયેલો સન્ની પાસામાં ધકેલાયો

વડોદરા જેલહવાલેઃ ક્રાઇમ બ્રાંચે વોરન્ટ બજવણી કરી

રાજકોટ તા. ૯: એક મહિનામાં બબ્બે વખત સ્પાની આડમાં કૂટણખાનુ ચલાવતાં પકડાયેલા રણછોડનગર-૨૨ના સન્ની છોટાલાલ ભોજાણીને પાસામાં ધકેલવાની દરખાસ્ત પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે મંજુર રાખી તેને વડોદરા જેલમાં ધકેલવા આદેશ કર્યો હતો.

પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ એન. કે. જાડેજા, પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, રઘુભા, સિધ્ધરાજસિંહ, રાજેશભાઇ, સુભાષભાઇ, પ્રદિપસિંહ, યોગેન્દ્રસિંહ, વિરેન્દ્રસિંહ, શકિતસિંહ, રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા, રાહુલગીરી ગોસ્વામીએ વોરન્ટ બજવણીની કાર્યવાહી કરી હતી.

(12:46 pm IST)