Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ભાવનગર રોડ પર ભાડાના મકાનમાં પ્રશાંત પાંભર સંચાલીત જુગારધામ પર દરોડોઃ પ ઝડપાયા

પ્રશાંત પાંભર, શૈલેષ રામાણી, અરવિંદ આંબલીયા, મહેશ પટેલ અને વિજય ખૂંટની ધરપકડ

રાજકોટ તા. ૯ : શહેરના ભાવનગર મેઇન રોડ પર પટેલ વાડી પાસે ભાડાના મકાનમાં પટેલ શખ્સ સંચાલિત જુગારધામ પર ક્રાઇમબ્રાંચની ટીમે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ જોઇન્ટ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા મનોહરસિંહ જાડેજા અને એસીપી ડી.વી.બસીયાની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.વી. સાખરા, હેડ કોન્સ ધીરેનભાઇ, મહેશભાઇ મંઢ, હિરેનભાઇ સોલંકી, દિપકભાઇ ડાંગર, સંજયભાઇ ચાવડા, યોગીરાજસિંહ જાડેજા, કિરતસિંહ ઝાલા અને જયપાલસિંહ ઝાલા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ હિરેનભાઇ સોલંકી અને સંજયભાઇ ચાવડાને મળેલી બાતમીના આધારે ભાવનગર રોડ પર પટેલવાડી પાસે ઓમ બેંગલ્સ નામના ભાડાના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા પ્રશાંત રમેશભાઇ પાંભર (ઉ.૩૦)(રહે. નીર્મલા કોન્વેન્ટ રોડ, જલારામ સોસાયટી શેરી નં.૭), શૈલેષ ગોવિંદભાઇ રામાણી (ઉ.પ૦) (રહે.કુવાડવા રોડ, પટેલનગર શેરી નં.૩), અરવિંદ ધીરૂભાઇ આંબલીયા (ઉ.૩૪) (રહે. કોઠારીયાગામ જાનકી પાર્ક શેરી નં.૧), મહેશ ભનુભાઇ પટેલ (ઉ.૪૦) (રહે. મોરબી રોડ, પંચવટી સોસાયટી), વિજય ગોવિંદભાઇ ખૂંટ (ઉ.ર૭) (રહે. કોઠારિયા રોડ, શ્યામકિરણ પાર્ક શેરી નં.૧) ને પકડી લઇ રૂ.૬૩પ૪૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. પોલીસે તમામ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.

(2:54 pm IST)