Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ગોંડલ પંથકની સગીરાના અપહરણના ગુનામાં ફરાર મુન્નો મંદોરીયા પકડાયો

રેન્જની સ્પેશ્યલ સ્કવોડે શખ્સને ઉઘલ ગામમાંથી દબોચ્યો

રાજકોટ તા. ૯ : ગોંડલ પંથકની સગીરાના અપહરણના ગુનામાં ફરાર શખ્સને ડીઆઇજીની રેન્જની સ્પેશ્યિલ સ્કવોર્ડે લીંબડીના ઉધલ ગામમાંથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ રેન્જમાં અલગ-અલગ ગુનામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રેન્જના ડી.આઇ.જી. શ્રી સંદિપસિંહની સુચનાથી સ્પેશિયલ સ્કવોડના પી.એસ.આઇ.જે. એસ.ડેલા તથા ૂપકબહાદુર બકોરા, કરશનભાઇ કલોતરા, ભગવાનભાઇ  ખટાણા, મહાવીરસિંહ પરમાર તથા સમીરભાઇ મુલીયાણા સહિતે બાતમીના આધારે મુન્નો બાબુભાઇ મંદોરીયા (રહે. ઉધલગામ તા.લીંબડી)ને ઉથલ ગામમાંથી ઝડપી લીધો હતો મુન્નો મંદોરીયા ગોંડલ પંથકની સગીરાના અપહરણના ગુન્હામાં છેલ્લા આઠમાસથી ફરાર હતો.

આ અંગે સ્પેશિયલ સ્કવોડની ટીમે તેની અટકાયત કરી લીંબડી પોલીસને સોંપ્યો હતો.

(2:55 pm IST)