Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

વોર્ડ નં. ૬નાં કોર્પોરેટર મુકેશ રાદડીયાની ગ્રાન્ટમાંથી અનેક વિકાસ કામો સંપન્ન

રાજકોટ તા. ૯: શહેરનાં સામા કાંઠાનાં વોર્ડ નં. ૬ માં ભા.જ.પ.નાં કોર્પોરેટર મુકેશ રાદડીયાની ૧પ લાખની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસ કામો સંપન્ન થયા છે.

આ અંગે તેઓની યાદીમાં જણાવાયું છે કે, એપ્રિલ ર૦ર૦ માં મળેલી ૧પ લાખની ગ્રાન્ટ ફકત ૬ માસમાંજ વોર્ડના વિવિધ વિસ્તારમાં લોક કાર્યો માટે વાપરવામાં આવી ર૦/ર૧ ની ગ્રાન્ટમાંથી થયેલા કામોની વિગત આ મુજબ છે.

(૧) હાઉસિંગ બોર્ડમાં આવેલ અત્રેશ્વર મહાદેવના મંદિરમાં ૧૯૯૦૦૦ તથા ૧૯૮૦૦૦ એમ બે તબ્બકે પેવિંગ બ્લોક નાખવાનું કામ થયેલ છે. (ર) ભાવનગર રોડ શાળા નં. ૧૩ શકિત સોસાયટીમાં ૪પ૦૦૦ ના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ ગટર નાખવાનું કામ થયેલ છે. (૩) સંતકબીર રોડ બાલકૃષ્ણ સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ પોલના સ્થાન નાખવાની કામગીરી ૧૦૭૭૭ ના ખર્ચે કરવામાં આવી. (૪) વોર્ડના વિવિધ વિસ્તારમાં ૩૭પ૦૦ ના ખર્ચે ૭પ ટ્રીગાર્ડ ફાળવ્યા. (પ) વોર્ડના વિવિધ વિસ્તારમાં ર૬૦૦૦ ના ખર્ચે બકડા મૂકવામાં આવ્યા. (૬) ચુનારાવાડ શ્રમજીવી સોસાયટીમાં રામમંદિર પાસેની શેરીમાં ૯૦૦૦૦ના ખર્ચે સી.સી. રોડ તથા પેવિંગ બ્લોક નાખવાનું કામ થયેલ છે. (૭) માંડા ડુંગર વિસ્તારમાં જૈન દેરાસર વાળા રોડ ઉપર તલસાણીયા દાદાના મંદિરમાં ૧૭પ૦૦૦ના ખર્ચે પેવિંગ બ્લોક નાખવાનું કામ થયેલ છે. (૮) ભાવનગર રોડ પટેલવાડીની સામે આવેલા કબ્રસ્તાનમાં જમણી બાજુ બાકી રહેતા વોકવેમાં ૧૦૦૦૦૦ ના ખર્ચે પેવિંગ બ્લોક નાખવાનું કામ થયેલ છે. (૯) ભાવનગર રોડ શાળા નં. ૧૩ પાસે સુલભ શૌચાલયની બાજુની શેરીમાં એપ્રોચમાં ૯૮૦૦૦ના ખર્ચે પેવિંગ બ્લોક નાખવાનું કામ થયેલ છે. (૧૦) માંડા ડુંગર વિસ્તારમાં જૈન દેરાસર વાળા રોડ ઉપર આરોગ્ય કેન્દ્રના શીવમ પાર્કના એપ્રોચમાં ૧૯૭૦૦૦ ના ખર્ચે પેવિંગ બ્લોક નાખવાનું કામ થયેલ છે. (૧૧) સંતકબીર રોડ ઉપર આવેલ શકિત સોસાયટી શેરી નં. ર૧ માં ૧પપ૦૦૦ના ખર્ચે સાઇડના પડખામાં પેવિંગ બ્લોક નાખવાનું કામ થયેલ છે. (૧ર) ભાવનગર રોડ ઉપર આવેલ સીલવરનેસ્ટ સોસાયટી મેઇન રોડ ઉપર ૮૪૦૦૦ના ખર્ચે સાઇડના પડખામાં પેવિંગ બ્લોક નાખવાનું કામ થયેલ છે. (૧૩) સ્વ. પુજીત રૂપાણી ટ્રસ્ટ પાસે આવેલ બગીચાની ફ્રન્ટ અને બેક સાઇડમાં ૮ર૦૦૦ ના ખર્ચે ફેસિંગનું કામ થયેલ છે.

(2:56 pm IST)