Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

અનાજના વેપારી પેઢીના કર્મચારીએ આપેલ ૧ર.રપ લાખનો ચેક રિટર્નની ફરીયાદ

રાજકોટ તા. ૯ : તરઘડીયા ગામના રહેવાશી બાવાભાઇ જીવાભાઇ કાકડીયાએ તેનાજ ગામના અંગત ઓળખીતા મહેશ કડવા વસોયાને અનાજ કઠોળનો સ્ટોક કરવા આપેલ રકમ પરત કરવા મહેશ કડવા વસોયા દ્વારા રૂ.૧ર,પ૦૦૦ પરત ચુકવવા આપેલ ચેક રીટર્ન થતા રાજકોટના નેગોશીયેબલ સ્પે. કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરાવેલ છે.

કેસની વિગતે એક જ ગામના જુના સબંધી અને માર્કેટીંગ યાર્ડ રાજકોટ ખાતે અનાજ કઠોળની પેઢીમાં કામકાજ કરતા આરોપી મહેશભાઇ દ્વારા વિશ્વાસ કેળવી વખતો વખત ફરીયાદી બાવાભાઇની ખેતપેદાશ વેચાણ કરાવી આપવા મદદ કરતા અને અનાજ કઠોળના વેપારીનો બહોળો અનુભવ હોવાથી ઉચા ભાવે વેચાણ કરાવી આપતા જેથી ફરીયાદીનો વિશ્વાસ કેળવી આરોપી દ્વારા અનાજ કઠોળનો સ્ટોક કરાવવા તથા તગડો નફો મેળવી આપવા કટકે કટકે આરોપી દ્વારા મોટી રકમ મેળવી ફરીયાદીને નહી નફો મુદલ મળતા અને ફરીયાદીને છેતરેલ હોવાનું અનુમાન થતા આરોપીએ ફરીયાદીને વિશ્વાસ અપાવવા ફરીયાદીને રૂ.૧ર,રપ,૦૦૦ નો આર.પી.સી.બેંકનો ચેક આપેલ જે ચેક પણ સમય મર્યાદામાં રજુ કરતા આરોપીના ખાતામાં અપુરતું ભંડોળ હોવાના કારણે રીટર્ન થયેલ જેથી ફરીયાદીએ એડવોકેટ મારફત નોટીસ પાઠવેલ અને નોટીશ સમય પુર્ણ થવા છતા રકમ નહી ચુકવતા ફરીયાદીએ આરોપી વિરૂદ્ધ છેતપીડી અને વિશ્વાસઘાત અન્વયેની કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલ અને બાદમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબની કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ છે.

ફરીયાદી બાવાભાઇ જીવાભાઇ કાકડીયા વતી ગોંડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ.ગોંડલીયા, હિરેન ડી. લિંબડ, મોનિષ જોષી, કુલદિપસિંહ વાઘેલા, વિરલ વડગામા, ક્રિષ્નાબેન પીઠડીયા, પીયુષ કોરીગા, મૌલીક ગોધાણી, કરણ ડી.કારીયા (ગઢવી), શીરાકમુદ્દીન એમ. શેરશીયા, કાલજબેન ખસમાણી, ખુશીબેન ચોટલીયા, નીરાલીબેન કોરાટ, વકીલ તરીકે રોકાયેલ હતા.

(2:56 pm IST)