Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

તલાટીઓને સોગંદનામા કરવાની સતા આપતો પરિપત્ર રદ્દ કરો સરકારની આવક ઘટશેઃ અનેક કાયદાકીય ગૂંચવાડા પણ સર્જશે

રાજકોટ નોટરી એસો. દ્વારા મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદનઃ અરજદારો પણ હેરાન થશે

રાજકોટ નોટરી એસો. દ્વારા તલાટીઓને સોગંદનામા અંગે જે સતા અપાઇ તેનો વિરોધ વ્યકત કરી કલેકટર કચેરીએ દેખાવો યોજી આવેદન પાઠવ્યું હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૯: રાજકોટ નોટરી એસો.ના અગ્રણીઓએ કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદન પાઠવી જણાવ્યું હતું કે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ''ઓથ એકટ ૧૯૬૯ ની કલમ નં. ૩'' હેઠળ તલાટીઓને સોગંદનામા આપવાની સત્તા આપતો જે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. તે જાહેરનામાના પરિપત્રનો અમો સખ્ત વિરોધ કરીએ છીએ અને આ પરીપત્રથી સરકારની રેવન્યુ આવકમાં ઘટાડો થાય તેમ છે તથા ભવિષ્યમાં અનેક કાયદાકિય ગુચવાડા ઉભા થાય અને ફોજદારી કેસો ઉભા થાય તેવી શકયતાઓ ઉભી થાય તેમ તલાટીઓને સોગંદનામાઓ કરવાનો આપતો આદેશ રૂપી પરિપત્ર પરત ખેંચવા અમારી માંગણી છે.

સરકારશ્રી એ ગ્રામ્ય વિસ્તારમાં લોકોને તકલીફ ન પડે તેવા સારા અભિગમથી પરિપત્ર બહાર પાડેલ છે. પરંતુ ભાજપની ભારત સરકાર અને રાજય સરકારે શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સુધી લોકોને તકલીફ ન પડે તે હેતુંથી નોટરીશ્રીઓની નિમણુંક કરેલ છે. અને સમગ્ર ગુજરાતમાં આ નોટરીઓ કાર્યરત છે નોટરી અને વકિલો દ્વારા સોગંદનામાઓનું અલગ-અલગ રીતે ટ્રાફટીંગ કરવાનું હોય છે અને ભવિષ્યમાં કોર્ટના લિટીગેશન ઘટાડી શકાય તેવી કાર્યવાહી કરી શકાય જે તલાટીમાં શકય બનતી નથી.

નોટરીઓ દ્વારા તમામ સોગંદનામા રજીસ્ટરમાં નોંધવામાં આવે છે અને સોગંદનામામાં ઓળખ આપનાર તરીકે સોગંદનામું લાવનાર એડવોકેટની સહિ લેવામાં આવે છે જયારે તલાટીઓ જે સોગંદનામા માત્ર કોરા કાગળ ઉપર કરશે અને તેમાંથી ભવિષ્યમાં ઉદભવતા કાયદાકિય ગુચવાડાઓ કોર્ટ કેસોમાં આ તલાટી મંત્રી પાસે સોગંદનામા કરાવનાર અરજદારનું હિત કેટલા અંશે શકય બનશે તે વિચારવાની જરૂર છે.

આવેદનપત્ર દેવામાં અગ્રણીઓ સર્વશ્રી દિલીપભાઇ પટેલ, પ્રકાશસિંહ ગોહીલ, યોગેશભાઇ ઉદાણી, હસમુખભાઇ જોષી, એ.ટી. જાડેજા, જયેશભાઇ જાની, આર. ડી. દવે, રમેશભાઇ ભંડેરી, કમલેશભાઇ તન્ના વિગેરે જોડાયા હતા.

(2:57 pm IST)