Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ખેત મજૂરીનું કામ કરતી સગીરા ઉપરના બળાત્કાર કેસમાં આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા. ૯ :.. ખેતીની મજુરીમાં સાથે કામ કરતી સાડા ચૌદ વર્ષની ભોગ બનનાર સાથે લગ્નની લાલચ આપી ભગાડી જઇ તેની ઉપર બળાત્કાર કરવાના ગુન્હામાં આરોપીની જામીન અરજી ના મંજૂર કરવાનો કોર્ટ હુકમ કર્યો હતો.

બનાવની હકિકત એવી છે કે સણોસરા મુકામે રહેતી દેહાભાઇ રંગપરાની ભોગ બનનાર પુત્રીને આરોપી પ્રેમલો સમજુ નાયક રહે. છોટાઉદેપુર વાળાએ સને ર૦૧૭ ની સાલમાં વાલીપણા માંથી ભગાડી લઇ જઇ લગ્ન કરવાની લાલચ આપી વારંવાર બળાત્કાર કરેલો.

આરોપી સામે ચાર્જશીટ થયા બાદ કેસ પોકસો કોર્ટમાં પુરાવા ઉપર ચાલતો હોય આરોપીએ જામીન મુકત થવા અરજી કરેલી આ અરજી થતા સરકારી વકીલ આબીદ સોસને આરોપીની ગુન્હામાં સંડોવણી અને તેને કરેલા ગંભીર કૃત્યની દલીલોને માન્ય રાખી નામ કોર્ટ દ્વારા આરોપીની જામીન અરજી નામંજૂર કરવામાં આવેલ હતી.

આ કામમાં સરકાર પક્ષે સરકારી વકીલ આબીદ સોસન રોકાયેલ હતાં.

(2:57 pm IST)