Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં કારખાનેદાર જગદીશ મારકણા દારૂની ૬૬ બોટલ સાથે પકડાયો

લોકડાઉનમાં મંદીના કારણે દારૂ વેચવાનું શરૂ કર્યાનું રટણ

રાજકોટ તા. ૯ : શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલા બજરંગ નામના કારખાનામાં તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ૬૬ બોટલ સાથે પટેલ કારખાનેદારને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલની સુચનાથી તાલુકા પોલીસ મથકના પી.આઇ.જે.વી. ધોળાના માર્ગદર્શન હેઠળથી એસ.આઇ.વી.એન.મોરવાડીયા, કોન્સ પૃથ્વીરાજસિંહ, જયંતીભાઇ રાઠોડ, હિતેશભાઇ મુછઠીયા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ પૃથ્વીરાજસિંહ ગોહીલને મળેલી બાતમીના આધારે વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયા પટેલ ચોકમાં આવેલા બજરંગ નામના કારખાનામાં દરોડો પાડી રૂ.૩૩૦૦૦ ની દારૂની ૬૬ બોટલ સાથે કારખાનેદાર જગદીશ જસમતભાઇ મારકાણા (ઉ.૩૮) (રહે. હરીદર્શન એપાર્ટમેન્ટ ફલેટ નં. ર૦૧ મવડી બાયપાસ) નેપકડી લઇ કાર્યવાહી કરીહ તી પુછપરછમાં આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી લઇ આવ્યો હોવાનું અને લોકડાઉનમાં મંદીના કારણે દારૂ વેંચવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

(2:57 pm IST)