Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

જાગનાથ પ્લોટ મકાનમાંથી કિશન દારૂની ૧ર બોટલ સાથે પકડાયો

રાજકોટઃ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા તથા એસીપી ડી.વી. બસીયાની સૂચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઇ એમએફ અંસારી એસઓજીના કોન્સ. અજયભાઇ શુકલા, કૃષ્ણદેવસિંહ, હેડ કોન્સ. ઝહીરભાઇ ખફીફ, અનીલસિંહ ગોહીલ, મહિલા કોન્સ. સોનાબેન મુળીયા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે અજયભાઇ, કૃષ્ણદેવસિંહ તથા કોન્સ. સોનાબેનને મળેલી બાતમીના આધારે યાજ્ઞીક રોડ રામકૃષ્ણ ડેરી વાળી શેરી જાગનાથ પ્લોટ શેરી નં. ર૦ માં આવેલ નંદવિહાર નામના મકાનમાં દરોડો પાડી રૂ. ૪૮૦૦ની કિંમતની દારૂની ૧ર બોટલ સાથે કિશન ટેકચંદભાઇ આસવાણી (ઉ.વ. ૪૧) (રહે. સીંધી કોલોની બ્લોક નં. ૧૮પ) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:57 pm IST)