Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

રૂ. સાડા પાંચ લાખનો ચેક પાછો ફરતાં કોર્ટમાં થયેલ ફરિયાદ

રાજકોટ તા. ૯: આરોપીએ ફરીયાદીને આપેલ ચેક રીટર્ન થતાં કોર્ટમાં ફરિયાદ થયેલ છે.

રાજકોટના રહીશ બીપીનભાઇ જગજીવનભાઇ રૂઘાણી, એ આ કામના ત્હોમતદાર મચ્છાભાઇ નથુભાઇ સુસરાને પોતાની અંગત નાણાકીય જરૂરીયાત હોય ફરીયાદી બીપીનભાઇ જગજીવનભાઇ રૂઘાણી પાસે હાથ ઉછીના નાણાની માગણી કરતા ફરીયાદીએ રૂ. પ,પ૦,૦૦૦/- (પાંચ લાખ પચાસ હજાર પુરા) કટકે કટકે આરોપીની જરૂરીયાત મુજબ આપેલ હતા. બાદમાં ફરીયાદીએ આરોપી પાસે પોતાના રૂપિયાની માંગણી કરતાં આરોપી એ ફરીયાદીને રૂ. પ,પ૦,૦૦૦/- ચુકવવા ચેક આપેલો જે ચેક ફરીયાદીએ પોતાના ખાતામાં જમા કરાવતા સદરહું ચેક પરત ફરેલો ઉપરોકત ચેક પરત ફરતાં ફરીયાદીએ પોતાના વકીલ મારફત આરોપીને લીગલ નોટીસ મોકલેલી જે નોટીસ આરોપીને મળી ગયેલ હોવા છતાં આરોપીએ ફરીયાદીને કોઇજ રકમ ચુકવેલ નહીં. તેથી ફરીયાદી એ આરોપી વિરૂધ્ધ રાજકોટના મહે. જયુ. મેજી. (ફ.ક.) સાહેબની કોર્ટમાં આરોપી વિરૂધ્ધ ધી નેગો. ઇન્સ્ટ્રુ. એકટની કલમ-૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલી.

આ કામે ફરીયાદી વતી રાજકોટના વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રી તુષાર બસલાણી, મનીષ કોટક, એઝાઝ જુણાચ, અલી અસગર ભારમલ વિગેરે વકીલો રોકાયેલા.

(2:58 pm IST)