Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

મિત્રતાના દાવે આપેલ બે લાખનો ચેક પાછો ફરતાં મિત્ર દ્વારા કોર્ટમાં થયેલ ફરીયાદ

રાજકોટ, તા.૯: રૂ.બે લાખના ચેકની મીત્ર સામે કોર્ટમાં ફરીયાદ થયેલ છે.આ કેસની વિગત એવી છે કે, રાજકોટના ગોંડલ રોડ, અંકુર કોમર્શીયલ સેન્ટરમાં ઓફીસ ધરાવતા શ્રી મોહિતભાઇ વલ્લભભાઇ વિરાણીએ એક વર્ષ પહેલા મિત્રતા અને ઓળખાણનો સંબંધ ધરાવતા દર્શિતભાઇ વિઠ્ઠલભાઇ રામાણી રહેઃ 'લાલ કૃપા' સદભાવના રેસીડેન્સી, શેરી નં.૧, સ્વાતિ પાર્કની બાજુમાં, રણુંજા મંદિર પાછળ, કોઠારીયા રોડ, રાજકોટનાને પાંચ દિવસ પુરતા ઉછીના પેટે રોકડા રૂ.૨,૦૦,૦૦૦/ અંકે રૂપિયા બે લાખ પુરા મદદ માટે આપેલા. જે અંગેનું તેઓએ બે વાર લખાણ પણ કરી આપેલ છે. જે રકમ પરત આપવા બાબતે આ કામના આરોપીએ તેમના ખાતા વાળી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી., કોઠારીયા રોડ બ્રાંચ, રાજકોટનો ચેક આપેલો હતો. જે ચેક ફરીયાદીએ તેમની કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી., મવડી ચોક બ્રાંચ, રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું ચેક ફન્ડ્રસ ઇન્સફીસીયન્ટના શેરા સાથે પરત ફરેલ હતો.

આમ ફરીયાદીએ આ ચેક બિન ચુકતે પરત ફરતા આ કામના આરોપીને ઉપરોકત   રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી. આમ છતાં આ કામના આરોપીએ કોઇ જવાબ આપેલો નહીં. તેથી આ કામના ફરીયાદીએ તેમના વકીલ શ્રી અતુલ સી.ફળદુ મારફત ધી નેગોશીયેબલ ઇન્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ રાજકોટની કોર્ટમાં આરોપી દર્શિતભાઇ વિઠ્ઠલભાઇ રામાણી ઉપર ફોજદારી ફરીયાદ દાખલ કરેલ છે.

(2:58 pm IST)