Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

રાજકોટની મતદાર યાદી પ્રસિદ્ધ ૧૮ વોર્ડના ૧૦.૬૪ લાખ મતદારો

છેલ્લા પાંચ વર્ષમાં શહેરમાં ર-૧૬ લાખ મતદારો વધ્યા : સૌથી વધુ વોર્ડ નં.૧માં ૭૦ હજાર મતદારોઃ સૌથી ઓછા વોર્ડ નં.૧પમાં ૪૮ હજાર મતદારોઃ પ.પ૧ લાખ પુરૂષ અને પ.૧ર લાખ સ્ત્રી મતદારોઃ વોર્ડ ઓફીસો સેન્ટ્રલ ઝોન કચેરીમાં મતદાર યાદી જોવા મળશેઃ ઉમેદવારી પત્રક ભરવાના ૧૦ દી' અગાઉ સુધી વાંધા સુચનો સ્વીકારાશે

રાજકોટ તા. ૯ : શહેરના ૧૮ વોર્ડની પ્રાથમીક મતદાર યાદીની પ્રસિદ્ધિ આજે મ્યુ.કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે જેમાં ૧૮ વોર્ડના કુલ ૧૦.૬૪ લાખ મતદારો હોવાનું અને સૌથી વધુ વોર્ડ નં.૧માં  ૭૦ હજાર મતદારો તેમજ સૌથી ઓછા વોર્ડ નં.૧પમાં ૪૮ હજાર મતદારો છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશન દ્વારા સતાવાર પ્રસિદ્ધ થયેલ મતદાર યાદમાં જણાવાયા મુજબ શહેરના ૧ થી ૧૮ વોર્ડમાં કુલ પ,પ૧,૬પ૧ પુરૂષ ત્થા પ,૧૨,૯૦૯ મહીલાઓ મતદારો સહીત કુલ ૧૦,૬૪,પ૮ર મતદારો છે.

નોંધનીય છે કે ર૦૧પમાં ૮.૪૮ લાખ મતદારો હતા જેમાં શહેરમાં ભેળવાયેલ માધાપર, મુંજકા, ઘંટેશ્વર, મોટામવા, મનહરપર ગામોના મતદારો સહીત કુલ ર.૧૬ લાખ મતદારોનો વધારો થયો છે.

અત્રે એ પણ નોંધનીય છે કે શહેરના તમામ વોર્ડની ઓફીસો ત્થા સેન્ટ્રલ ઝોન કચેરીમાં આ પ્રાથિમક  મતદાર યાદી રાખવામાં આવી છે. અને આ મતદાર યાદીમાં મ્યુ.કોર્પોરેશનની સામાન્ય ચુંટણીના ઉમેદવારી પત્રકો ભરવાની તારીખના ૧૦ દિવસ અગાઉ સુધી સુધારા-વધારા અને વાંધા સુચનો સ્વીકારવામાં આવશે.

આ પ્રાથમિક મતદાર યાદી વિધાનસભાવાઇઝ તૈયાર કરાવેલ મતદાર યાદી ઉપરથી તૈયાર કરવામાં આવી છે.

(3:14 pm IST)