Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

'સ્પોટલાઇટ ન્યૂઝ'ના તંત્રી તુષાર રાજાએ લાંબી લડત બાદ અંતે કોરોનાને હરાવ્યો

રાજકોટ તા. ૯: 'સ્પોટલાઇટ ન્યૂઝ'ના તંત્રી અને 'સ્પોટલાઇટ ઇન્ડિયા મ્યુઝિક' દ્વારા રાજકોટનું નામ દેશ વિદેશમાં જાણીતું કરનારા તુષાર રાજા કોરોના સામે સતત ૧પ દિવસ સુધી લડાઇ પછી ખૂબ જ ક્રિટિકલ પરિસ્થિતિનો સામનો કરીને અંતે વિજયી બન્યા છે. તેઓને તારીખ ર૬ ના રોજ સ્ટાર સીનર્જી દ્વારા સંચાલિત પેટ્રીયા સ્યુટ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સાથે તેમના પરિવારના લોકો પણ સંક્રમિત થયા હતા. બધા હવે હેમખેમ છે.

(3:35 pm IST)