Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ર૧ મીથી મગફળી ખરીદી : રાજકોટ જીલ્લામાં ૧૫૦૦ ગોડાઉન જોઇશે

તમામ તૈયારીઓ શરૂ કરતા ડીએસઓ પૂજા બાવડાઃ આજ બપોર સુધીમાં મગફળી અંગે ૮૦ હજાર ખેડુતોનું રજીસ્ટ્રેશન : દરેક ખરીદ કેન્દ્ર ઉપર ૪-૪ સીસીટીવી કેમેરા-કલેકટર-પુરવઠા-પ્રાંત કચેરીનો સ્ટાફ રહેશેઃ રાજકોટના તંત્રે ૪પ થી પ૦ લાખ બારદાન માંગ્યા : મજૂરો અંગે હવે ફાઇનલ થશેઃ મગફળીમાં ભેજનું પ્રમાણ નક્કી કરવા ફાઇનલ થયેલ કંપનીના માણસો આવશેઃ બે-બે સેમ્પલ લેવાશેઃ દરેક તાલુકામાં બે ખરીદ કેન્દ્રો

રાજકોટ, તા., ૯: રાજકોટ જીલ્લા પુરવઠા અધીકારી શ્રી પુજા બાવડાએ અકિલા સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતું કે મગફળી અંગે જીલ્લા રજીસ્ટ્રેશન શાંતિપુર્ણ ચાલી રહયું છે. બપોર સુધીમાં આપણા જીલ્લામાં ૯૭ ટકા કામગીરી ગયા વર્ષની સરખામણીએ  થઇ છે. ૮૦ હજારથી વધુ ખેડુતોનું રજીસ્ટ્રેશન થઇ ગયું છે અને હજુ વધશે અને ર૦ મી સુધીમાં ૧ લાખ ૧પ થી ર૦ હજાર આસપાસ ખેડુતોનું રજીસ્ટ્રેશન થશે.

તેમણે જણાવેલ કે હવે જીલ્લામાં ર૧ મીથી શરૂ થનાર મગફળી ખરીદી અંગે તૈયારીઓ શરૂ કરી છે. દરેક તાલુકામાં બે-બે ખરીદ કેન્દ્રો રહેશે. એક ખેડુત પાસેથી રપ૦૦ કિલો મગફળી ખરીદાશે. દરેક ટેન્કો ઉપર ત્રણ-ત્રણ વજનકાંટા, કલેકટર-પુરવઠા - પ્રાંતનો૪-૪થી વધુ સીસીટીવી કેમેરા, ખરીદી સમયે વીડીયો રેકોડીંગ ફરજીયાત, મગફળીમાં ભેજનું પ્રમાણ કેટલું છે તે માપવા માટેની ટીમ, દરેક વખતે બે-બે સેમ્પલ, બારદાન-મજુરો સહીતની તૈયારીઓ કરાઇ રહી છે.

તેમણે જણાવેલ કે આપણી પાસે પ લાખ બારદાન છે અને ૪પ થી પ૦ લાખ બારદાનની જરૂર પડશે અને તે માટે ગાંધીનગર ડીમાન્ડ કરાઇ છે. અત્રે એ નોંધનીય છે કે ગુજરાત સરકારે પશ્ચિમ બંગાળમાં મોટા પાયે બારદાન ખરીદી અંગે ઓર્ડરો કર્યા છે.

તેમણે જણાવેલ કે બારદાન-મજુરો અંગે સરકાર ભાવ નક્કી કરશે. સીસીટીવી કેમેરા અંગે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. તેમજ મગફળીમાં ભેજનું પ્રમાણ નક્કી કરવા અંગે રાજય સરકાર જે કંપની ફાઇનલ કરશે, તે કંપનીની ટીમ રાજકોટમાં દરેક કેન્દ્ર ઉપર રહેશે. આ માટે સ્પે. મશીન પણ આવશે. દરેક ખરીદ કેન્દ્ર ઉપર પુરતો પોલીસ સ્ટાફ પણ ઉપલબ્ધ રખાશે.ગોડાઉનો અંગે તેમણે જણાવેલ કે રાજકોટ જીલ્લામાં ૧પ૦૦ જેટલા ગોડાઉનોની જરૂરત પડશે. જે ઉપલબ્ધ છે અને દરેક ખરીદ કેન્દ્રની ૩૦ કી.મી.ના એરીયામાં ગોડાઉનોો રહેશે. પહેલા ગુજરાત વેર હાઉસીંગ, નિગમ, એફસીઆઇ., મંડળીના ગોડાઉનો લેવાશે. બાદમાં જરૂરત પડયે ખાનગી ગોડાઉનો ઉપયોગમાં લેવાશે.

તેમણે ઉમેર્યુ હતું કે ગોડાઉનોમાં પણ સીસીટીવી કેમેરા, કોઇ પણ ડીઝાસ્ટર ન થાય તે માટે તમામ પ્રકારની કાળજી લેવા-ચકાસવા અંગે આદેશો કર્યા છે તે અંગે ટીમો વર્ક કરી રહી છે.

(3:36 pm IST)