Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ભગવતીપરાની જય નંદનવન સોસાયટીમાં પાણીનાં ટેન્કરો બંધ થતા દેકારોઃ રજુઆત

રાજકોટઃ શહેરનાં ભગવતીપરા વિસ્તારમાં આવેલી જય નંદનવન સોસાયટીમાં પાણીના ટેન્કરો બંધ થઇ જતાં જબરો દેકારો બોલી ગયો છે. આજે સવારે મ્યુ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આમ આદમી પાર્ટીના વોર્ડ નં. ૪ ના પ્રમુખ નંદાભાઇ ડાંગરની આગેવાની તળે વિસ્તારની મહીલાઓએ ટેન્કરો શરૂ કરવા ઉગ્ર રજુઆતો કરાઇ હતી તે વખતની તસ્વીર. આ રજુઆતમાં જણાવાયું છે કે વોર્ડ નં. ૪ ભગવતીપરામાં આવેલ જય નંદનવન સોસાયટીમાં ખુબ જ ઓછા પ્રમાણમાં પાણી આવે છે. તથા કયાંક સાવ નળમાં પાણી આવતુ નહોતુ તેથી અમે કમિશ્નર તથા ડે. મેયર ને રજુઆત કરતા તાત્કાલીક ધોરણે અધિકારીઓને સુચના આપી જાહેર સ્થળની મુલાકાત લેવાનું કહેલ ત્યારે અધિકારીઓ દ્વારા જાહેર સ્થળનું નિરીક્ષણ કરી કહયું હતું કે છેલ્લા પાંચ વર્ષથી આ વિસ્તારની સમસ્યા છે. વિસ્તારનો છેલ્લો છેડો આવવાથી પાણી પહોંચતા જ પાંચ મીનીટ લાગે છે. આથી જે સમસ્યા છે જે પાણી નથી પહોંચતુ તે નવી પાઇપ લાઇન નાખી ત્યારે તેનું સમસ્યાનું નિરાકરણ આવશે. ત્યાં સુધી ટ્રેકટર દ્વારા અઠવાડીયામાં બે વખત પાણી પહોંચાડવાની મંજુરી આપેલ ત્યાર બાદ રાજકીય કીન્નાખોરી દ્વારા ટ્રેકટર દ્વારા પહોંચતુ તે અત્યારે બંધ કરાવીશુ અને ત્યાંના રહેવાસીઓને ભારે મુસીબતનો સામનો કરવો પડે છે. ત્યાં આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:54 pm IST)