Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

આજે વિશ્વ ટપાલ દિવસ છે... પરંતુ રાજકોટની હેડ પોસ્ટ ઓફીસ સહિત એક પણ બ્રાંચમાં કોઇ કાર્યક્રમો નહિ

કોઇ બોર્ડ સ્પર્ધા પણ નહીઃ ૪ ઓકટોબરે ફિલાટેલી પ્રદર્શન થયું: લોકો-કર્મચારીઓ નિરાશ

રાજકોટ તા. ૯ :. આજે વિશ્વ ટપાલ દિવસ છે, એ સોનેરી ઐતિાહાસિક દિવસોને યાદ કરતો એકપણ કાર્યક્રમ રાજકોટની હેડ પોસ્ટ ઓફીસ સહિત એકપણ બ્રાંચમાં કોઇ કાર્યક્રમ યોજાયો ન હતો, ટપાલ ખાતુ દેશભરમાં લોકોના સંદેશા-પોસ્ટ કાર્ડ વહન કરતુ તથા જાગૃતિના કાર્યક્રમો યોજે છે, પરંતુ આ વખતે કોરોના સંદર્ભે કોઇ કાર્યક્રમો થયા નથી, પોસ્ટલ કર્મચારીઓ અને ટપાલના બહોળા ચાહક વર્ગમાં પણ આજે નિરાશા જોવા મળી હતી, વિશ્વ ટપાલ દિવસ અંગે પોસ્ટ - ઓફીસ ખાતે કોઇ શુભેચ્છા દિનના બોર્ડ-પોસ્ટરનો પણ અભાવ જોવા મળ્યો હતો, આ ડીજીટલ યુગમાં ખરેખર આમ માનવી અને પોસ્ટલ ખાતુ એ ૧પ પૈસા વાળા પોસ્ટ કાર્ડને ભૂલી ગયું છે,  તે હકિકત ઉજાગર થઇ હતી.

વિશ્વ ટપાલ દિવસ અંગે કંઇક વિશેષ યાદગાર એસોનેરી દિવસો

ટપાલની વાત કરી એતો... નજર સમક્ષ વિતેલો જમાનો યાદ આવી જાય... જૂના જમાનામાં ટપાલ જવલે જ આવતી છતાં રાહ જોવાતી કાગ ડોળે... ત્યારે માનવમાં સાક્ષરતા ઓછી હતી. ટપાલ વાંચનારનું બહુ માન રહેતું. દૂર વસતાં સ્વજનોની ટપાલ આવતી અને દૂર વસવાટ કરતાં સગા પણ જૂજ હતાં... ત્યારે કદીક જ ટપાલી દેખા દેતો... અને કોની ટપાલ આવી એ આખા ગામને ખબર પડતી... ટપાલીનો ગણવેશ ચોક્કસ ખાખી કપડાંની ચડ્ડી ખમીસને ખાખી બગલ થેલામાં.. ટપાલ ભરી આવતો... ત્યારે.. હલકારો કહેવાતો એક લાકડીમાં ઘુઘરા બાંધી ખખડાવતો ગામે ગામ ફરતો... કોઈકનાં સુખ કે દુઃખનાં સમાચાર લાવતો.. હલકારો દૂરથી જ ખબર પડતી આવ્યાની... તે કયાં થોભે છે એ પણ ઉત્કંઠા નો વિષય બનતો... આમ તો એનાં બગલ નાં ખાખી થેલામાં... પોસ્ટ કાર્ડ વધુ રહેતાં ઓછા લખાણમાં આ અભણ લોકો વાતનો દોર દર્દ પીડા સારું ખરાબ સમજી જતાં... થોડોક પોરો ખાતો ટપાલી વિશ્રામ પણ કરતો.. કયાંક તો મીઠું મોઢું પણ કરાવતાં લોકો.... જમાડતાં ચા પીવડાવતાં... ને તૂટ્યું ફૂટ્યું વાંચતાં આવડે તો વાંચી પણ દેતો ટપાલી... દૂરદૂરથી આવતો.. છતાં સૌનૈ ગમતો સૌ પૂછતાં અમારી ટપાલ છે?... થાકી જતો... જતો ને ધીરે બદલાવ આવતાં સાઈકલ પર આવતો... ટપાલી... અને પત્ર સાથે તાર લાવતો જે સારા ખરાબની માહિતી આપતો... પછી તો મની ઓર્ડર... થઈ દૂર વસતાં સગા સંબંધી ઓ પૈસા મોકલતાં..... જેથી કામવધતાં ચોપડી વાંચનની સામગ્રી.. અખબાર પણ લાવતો થયો..ધીરે ધીરે ગામનાં જુવાન બાળકો ગામ છોડી. શહેરમાં વશતાં કામ કરતાં... પૈસાની લેવડ દેવડ વધતી રહી ટપાલી ટપાલમાં ઘણું લાવતો થયો... ગામમાં શિક્ષણ વધવા લાગ્યું.ને.. ટપાલનું કામ બહોળુ થઈ ગયું.. ટપાલીનો કયારેક ની જગાએ રોજ આવતો થયો... ને લોકો કાગ ડોળે રાહ જોતાં થયાં... પછી તો.. ઘણાં ફેરફારો ટપાલ ઓફિસમાં થયાં.. ટપાલ પેટીમાં ટપાલો ઉભરાતી રહી.. પોસ્ટ કાર્ડ.. નાનું પડતાં આંતર દેશીય પત્ર આવ્યો એનાં પછી કવરમાં લખાતું.. થયું.. હવેતો ટપાલ ક્ષેત્રે સાવ ધબડકો થતાં અત્યાધુનિક સાધનો આવી જતાં મની ટ્રાન્સફર કે અનામત મુકવા વિગેરે કોમ્પ્યુટર સિસ્ટમ થઈ ઝડપી કામ થયું જૂનવાણું છેક દબાઈ ગયું... તાર તો સાવ જૂનું થઈ બંદ થયાં... ટપાલમાં પોસ્ટ કાર્ડ... આંતર દેશીય પત્ર ભૂલાયા.... લોકોનું મગજ નવીની કરણમાંપલટાયું.. આજે ઈ મેઈલ ની બોલબાલામાં પલમાં કામ થતાં જાય છે. ટપાલ ક્ષેત્રે આધુનિક વસ્ત્ર છતાં હજી આધુનિક થઈ શકયું નથી... કોમ્પ્યુટર અને મોબાઇલ.. કે કેટલાય નવાઈની કરણ થઈ નવું સર્જન થાય છે ટપાલ સાવ ભૂલાઈ ગઈ છે આજનાં બાળકોને.. ટપાલ શબ્દ.. પર હસવા લાગે છે.

છતાં અમને તો ટપાલ થઈ પ્રેમ પત્ર યાદ આવી જાય છે જે પ્રથમતો રૂક્ષ્મણીએ કૃષ્ણને લખેલો.. જે કૃષ્ણને પરણવા લઈ જવા લખેલું... એ ટપાલ અમર પ્રેમ દર્શાવી... રહે છે..... ટપાલનો અર્થં કયાં બદલાયો..

છે... એ ટપાલ પ્રેમથી છલોછલ લખાતાં.... ધન્યએ દિવસોને યાદ કરતાં પ્રેમ નજરે તરેને મુખ પર હાસ્ય ભાવ તરી આવે.... છે ટપાલી નીમ ઓળખ આજે ભૂલાઈ છે... ટપાલ.. નું મહત્વ બદલાઈ ગયું છે છતાં જૂની યાદે ટપાલી નું વર્ણન આંખે તરી આવે... ને ટપાલ.. આવવાની રાહ... આવેલી ટપાલ વાંચવાનો રોમાંચ... હૈયામાં હજુ પણ અકબંધ છે... આજે વિશ્વ  ટપાલ દિવસે... આ ટપાલ પેટી પોસ્ટ ઓફિસ અને ટપાલી.....ને યાદ કરી જૂની યાદોને મમળાવીએ... ઘરમાં બચેલા પોસ્ટ કાર્ડ... આંતર દેશીય પત્ર.. મની ઓર્ડરનાં ફોર્મ કે... પાવતી ઓ સ્ટેમ્પને જોતાં બાળકોને આપણી... વાતો કરીએ.

આજનાં ફાસ્ટ યુગમાં ટેકનોલોજીથી આ બધું લોપાઈ જતાં રંજ થાય છતાં જમાના સાથે ચાલવું ગમે.. ને ચાલવા મથીએ.. શીખવા મથીએ... ને શીખી રહીએ છીએ.

(3:55 pm IST)