Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

વિદ્યાર્થીઓ ફીટ રહે, સ્વસ્થ્ય રહે તે માટે સૌરાષ્ટ્ર યુનિ. પ્રયત્નશીલ : ડો. મેહુલ રૂપાણી

ગુજરાત સ્પોર્ટસ યુનિ. સાથે એમ.ઓ.યુ.: 'ફીટ ઇન્ડિયા કલબ'ની સ્થાપના

રાજકોટ, તા.૯ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી સાથે આજરોજ આંકડાશાસ્ત્ર ભવનના ઓડીટોરીયમ ખાતે એમ.ઓ.યુ. કરવામાં આવેલ.

આ એમ.ઓ.યુ.માં મુખ્યત્વે જોઇન્ટ રીસર્ચ પ્રોજેકટ, કોન્ફરન્સ, સ્ટુડન્ટ એકસચેન્જ એકટીવીટી વોકેશનલ સ્પોર્ટસ કોર્ષીસ, એડવેન્ચર સ્પોર્ટ્સ જેવા કાર્યોનો સમાવેશ કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં સિન્ડીકેટ સભ્યશ્રી ડો. મેહુલભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ હરહંમેશ કંઇક નવું કરવા માટે ટેવાએલ છે. વિદ્યાર્થીઓ ફીટ રહે. સ્વસ્થ રહે એ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતત પ્રયત્નશીલ છે. આ એમ.ઓ.યુ. થકી સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને ખૂબ લાભ મળશે. ઙ મેહુલભાઇએ સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના નવા કેમ્પસની કામગીરી વિશે માહિતગાર કર્યા હતાં.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીન્ડીકેટ સભ્યશ્રી ડો. નેહલભાઇ શુકલએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોરોના એ માનવ જાત માટે અભિશાપ બની ગયો છે. કોરોનાના કારણે આપણે સૌ જાગૃતિ થયા છીએ. આપણી જુની કહેવત છે કે 'પહેલું સુખ તે જાતે નર્યા' તેમણે જણાવ્યું કે ફીટ ઇન્ડિયા મુવમેન્ટ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ આપણને પ્રેરણા આપી છે. ફીટ ઇન્ડિયા કલબની જે પરિકલ્પના છે એ ખૂબ જ સારી છે.

આ કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીના ફીટ ઇન્ડિયા મુવમેન્ટના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 'ફીટ ઇન્ડિયા કલબ' ની સ્થાપના કરાઇ. સમગ્ર ગુજરાતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સૌ પ્રથમ આ કલબની સ્થાપના કરનાર યુનિવર્સિટી છે.

કાર્યક્રમમાં સ્વર્ણીમ ગુજરાત સ્પોટર્સ યુનિવર્સિટીના કુલપતિશ્રી અને ફીટ ઇન્ડિયા મુવમેન્ટ ગુજરાત રાજયના એમ્બ્રેસેડર ડો. અર્જુનસિંહ રાણાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. નીતિનભાઇ પેથાણી, ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઇ દેશાણી, સીન્ડીકેટ સભ્યશ્રી ડો. મેહુલભાઇ રૂપાણી, ડો. નેહલભાઇ શુકલ, ડો. હરદેવસિંહ જાડેજા તથા કુલસચિવશ્રી ડો. જતીનભાઇ સોનીનું ખેસ અને મોમેન્ટો અર્પણ કરી સન્માન કરેલ હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવશ્રી અને સ્પોટર્સ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિશ્રી ડો. જતીનભાઇ સોનીએ કાર્યક્રમની પૂર્વ ભૂમિકા અને માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીન્ડીકેટ સભ્યશ્રીઓ ડો. ગીરીશભાઇ ભીમાણી ડો. હરદેવસિંહ જાડેજા, ડીનશ્રી ડો. નીદતભાઇ બારોટ, સેનેટ સભ્યશ્રીઓ, વિવિધ કોલેજોના આચાર્યશ્રીઓ, ભવનોના અધ્યક્ષશ્રીઓ, બોર્ડ ઓફ સ્પોટર્સના સભ્યો, સ્પોટર્સ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં.

(3:56 pm IST)