Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

નવી મતદાર યાદી પ્રસિધ્ધ : રાજકોટ જિલ્લામાં કુલ ૯,૪૧,૪પ૭ મતદારો

૧૧૪૧ મતદાન મથકોઃ આખરી મતદાર યાદી ર૩મીએ બહાર પડશે

રાજકોટ, તા., ૯: રાજય ચુંટણી પંચે રાજકોટ જિલ્લાની પ્રાથમીક મતદાર યાદી પ્રસિધ્ધ કરી છે. રાજકોટ જીલ્લામાં ૪,૯૩,૦૭૩ પુરૂષ મતદારો અને ૪૪૮૩૮ર સ્ત્રી મતદારો નોંધાયા છે. મતદારોની કુલ સંખ્યા ૯,૪૧,૪પ૭ થઇ છે. આ મતદારો પાલીકા-પંચાયતોની ચુંટણીમાં મતદાન કરવા પાત્ર થશે. જિલ્લામાં કુલ ૧૧૪૧ મતદાન મથકો રહેશે. તા.ર૧મીએ મતદાર યાદી સામેનો વાંધા સુચનોનો નિકાલ થશે. આખરી મતદાર યાદી તા.ર૩મીએ પ્રસિધ્ધ થશે.

(3:57 pm IST)