Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

૧૪.૨૮ લાખના દારૂના ગુનામાં ફરાર ઠેબચડાનો લાલજી ઝડપાયો

ક્રાઇમ બ્રાંચના વી. જે. જાડેજાની ટીમે પકડ્યોઃ એક વર્ષ અગાઉ રાજસ્થાની સહિત બે શખ્સ પકડાયા ત્યારે નામ ખુલ્યુ હતું

રાજકોટ તા. ૯: દારૂના ગુનામાં એક વર્ષથી ફરાર રાજકોટના ઠેબચડાના શખ્સ લાલજી ઉર્ફ રાજૂ ગોરધનભાઇ સરવૈયા (કોળી) (ઉ.વ.૨૮)ને ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી લીધો છે.

અગાઉ ડીસીબી પોલીસે રાજસ્થાનના બલવંતસિંઘ સોનારાજી શાહુ અને ભરત મગનભાઇ તલસાણીયાને દારૂના જથ્થા સાથે પકડ્યા હતાં. ત્યારે લાલજી ઉર્ફ રાજુનું નામ ખુલતાં તે ભાગી ગયો હતો. જે તે વખતે પોલીસે રૂ. ૧૪,૨૮,૦૦૦નો દારૂ તથા સિમેન્ટ કોંક્રીટ મિકસચર ટેન્કર મળી કુલ રૂ. ૨૪,૩૧,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

એક વર્ષથી આ ગુનામાં ફરાર લાલજીને કોન્સ. કુલદિપસિંહ જાડેજાની બાતમી પરથી પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, હેડકોન્સ. ભરતસિંહ પરમાર, કોન્સ. મહેશભાઇ ચાવડા, શકિતસિંહ ગોહિલ, સ્નેહભાઇ ભાદરકા અને જયદિપસિંહ બોરાણાએ પકડ્યો છે.

(3:15 pm IST)