Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ભાજપ સરકારના વિકાસકામોને પ્રંચડ જનસમર્થન, લોકોનો આભારઃ ભૂપત બોદર

રાજકોટ તા. ૯ : જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરએ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક જીત મળવા બદલ તેમજ રાજકોટ શહેર તેમજ રાજકોટ ગ્રામ્યની તમામ વિધાનસભા બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થવા બદલ રાજકોટ જિલ્લાના મતદારો તેમજ તમામ રેણીના કાર્યકર્તાઓનો જાહેર આભાર વ્યકત કરતા જણાવેલ કે સોળે કળાએ કમળ ખીલ્યુ છે અને કોંગ્રેસ-આપનો સફાયો થયેલ છે. રાજકોટ ગ્રામ્યની જનતાએ ભાજપને હંમેશા પ્રેમ અને હુંફ આપેલ છે, ત્યારે આ ચૂંટણીમાં પણ રાજકોટ શહેર તેમજ ગ્રામ્યના મતદારોએ ભારતીય જનતા પાર્ટીમાં પુનઃ વિશ્વાસ મુકીને વિકાસને મત આપીને વિજેતા બનાવેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ રાજયની ભાજપ સરકારે કરેલા અગણિત વિકાસ કાર્યોને લોકોએ અનુમોદન આપ્યું છે.

(11:45 am IST)