Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

અટલ સરોવરની ગોળાઇમાં કન્ટેનરે બાઇકને ઉલાળી દેતાં ગાંધીગ્રામના મીનાબેન મુલિયાણાનું મોઢુ છુંદાઇ જતાં મોત

નવા ફલેટે આટો મારી પરત આવતી વખતે બનાવઃ પતિ અને પોૈત્ર-પોૈત્રીનો ચમત્કારીક બચાવ : કન્ટેનરનું વ્હીલ મોઢા પર ફળી વળ્યું: જીવલેણ અકસ્માત સર્જી ચાલક માધાપર ચોકડી તરફ જતો રહ્યાની ફરિયાદ

ઘટના સ્થળે મીનાબેનનો નિષ્પ્રાણ દેહ અને પાસે વિલાપ કરતાં પતિ તથા પોૈત્ર-પોૈત્રી જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૦: નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર અટલ સરોવરની ગોળાઇ પાસે બાલાજી વેફર્સના કન્ટેનટરે બાઇકને ટક્કર મારતાં ગાંધીગ્રામના ભીલ પ્રોૈઢ, તેમના પત્નિ અને પોૈત્ર-પોૈત્રી એમ ચારેય ફંગોળાઇ ગયા બાદ પ્રોૈઢના પત્નિના મોઢા પર કન્ટેનરનું વ્હીલ ફરી વળતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતુ઼.   ભીલ દંપતિએ નવા રીંગ રોડ પર ફલેટ લીધેલો હોઇ તે ખાલી પડ્યો હોઇ ત્યાં આટો મારીને પરત આવતી વખતે આ બનાવ બન્યો હતો.

જાણવા મળ્યા મુજબ ગાંધીગ્રામ જીવંતીકાનગર-૩ 'વિહોત કૃપા' ખાતે રહેતાં અને આઇટીઆઇમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતાં કાંતિલાલભાઇ પરષોત્તમભાઇ મુલિયાણા (ભીલ) (ઉ.વ.૫૬) ગઇકાલે રવિવારે પોતાના હોન્ડા બાઇક જીજે૦૩કેજી-૩૮૪૫માં ધર્મપત્નિ મીનાબેન (ઉ.વ.૪૯) તથા પોૈત્રી દર્શિતા વિશાલ મુલિયાણા (ઉ.૭) અને પોૈત્ર રૂદ્ર વિશાલ મુલિયાણા (ઉ.૫)ન બેસાડી નવા દોઢસો રીંગ રોડ પર રેસકોર્ષ રેસિડેન્સીમાં પોતાનો ફલેટ આવેલો હોઇ તે ખાલી પડ્યો હોઇ ત્યાં આટો મારવા ગયા હતાં.

ચારેય ત્યાંથી સાંજે સાડા છએક વાગ્યે પરત ગાંધીગ્રામમાં પોતાના ઘર તરફ આવી રહ્યા હતાં ત્યારે અટલ સરોવરની ગોળાઇમાં પહોંચતા બાલાજી વેફર્સ લખેલુ કન્ટેનર પુરઝડપે આવ્યું હતું અને બાઇકને ઠોકરે લેતાં કાંતિલાલભાઇ, તેમના પત્નિ મીનાબેન અને પોત્ર-પોૈત્રી એમ ચારેય રોડ પર ફેંકાઇ ગયા હતાં.

જેમાં મીનાબેનના મોઢ પર કન્ટેનરનું વ્હીલ ફરી વળતાં પતિ-પોૈત્ર-પોૈત્રીની નજર સામે જ માઢુ છુંદાઇ જતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં ૧૦૮ બોલાવી હતી. પરંતુ મીનાબેનનું મૃત્યુ થયું હોઇ પોલીસને જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. બી. જે. ખેરએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. તેમણે કાંતિલાલભાઇની ફરિયાદ પરથી અકસ્માત સર્જી ભાગી ગયેલા કન્ટેનરના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. કન્ટેનર કટારીયા ચોકડી તરફથી આવી માધાપર ચોકડી તરફ ભાગી ગયાનું ફરિયાદમાં જણાવાયું હતું. મૃત્યુ પામનાર મીનાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવને પગલે ભીલ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(3:31 pm IST)