Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ગોંડલ રોડ ગીતાનગરમાં દર્દીને લઇને જઇ રહેલી ૧૦૮ની ઠોકરે કાર ચડી જતાં નુકસાન

ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ રવિવારે સાંજે ૧૦૮ની ઠોકરે કાર ચડી જતાં કારમાં ભારે નુકસાન થયું હતું. જાણવા મળ્યા મુજબ હડમતાલા રૂટની ૧૦૮ દર્દીને લઇને જતી હતી ત્યારે કાર વચ્ચે આવી જતાં અકસ્માત સર્જાતા કારમાં મોટી નુકસાની થઇ હતી. આ અકસ્માતને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. સદ્દનસિબે કોઇને ઇજા થઇ નહોતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત કાર તથા ૧૦૮ અને લોકો જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:33 pm IST)