Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

શહેરના વોર્ડ નં. ૭-૧૪-૧૭ના અડધા વિસ્તારોમાં પાણીકાપઃ દેકારો

ગોંડલ ચોકડી પાસે લાઇન રીપેરીંગના કારણે ઢેબર રોડના વિસ્તારોમાં પાણી વિતરણ થયું ન હતું: શનિવારે પણ આ વિસ્તારોમાં મનપા તંત્રએ પાણીકાપ જાહેર કર્યો હતો

રાજકોટ તા. ૧૦: ગોંડલ ચોકડી પાસે ભાદર યોજનાની ૯૦ એમ.એમ.ની મેઇન લાઇન લિકેજની કામગીરી સબબ આજે ગુરૂકુળ હેડ વર્કસ આવતા વિસ્તારોમાં ઢેબર રોડના વોર્ડ નં. ૦૭ પાર્ટ, ૧૪ પાર્ટ, ૧૭ પાર્ટમાં પાણી વિતરણ નહિં થતા લોકોમાં દેકારો બોલી ગયો છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આજે વોર્ડ નં. ૭નાં ભકિતનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગનગર તથા વોર્ડ નં. ૧૪નાં વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભકિતનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબનગર, અમૃત પાર્ક તથા વોર્ર્ડ નં. ૧૭નાં નારાયણનગર ભાગ-૧, ર નારાયણનગર મફતિયું, ઢેબર કોલોની ભાગ ૧,ર,૩, હસનવાડી ભાગ-૧, ર, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર ૧, ર, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરૂજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગ સહિતનાં વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવ્યું ન હતું.અત્રે નોંધનીય છે કે, ઉપરોકત વોર્ડના વિસ્તારવાસીઓ શનિવારે મનપાના પાણીથી વંચિત રહ્યા હતા.

(3:56 pm IST)