Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ધી કોર્પોરેટ વર્લ્‍ડનું ઉદઘાટન

રાજકોટની શાન સમા ૮૦ ફુટરોડ, સ્‍પીડવેલ હાઇટસની બાજુમાં, સુવર્ણભુમી સામે, ધી કોર્પોરેટ વર્લ્‍ડ કમર્શીયલ પ્રોજેટકનું જયેશભાઇ રાદડીયા(એમએલએ, ગુજરાત રાજય), રમેશભાઇ ટીલાળા(એમએલએ, ગુજરાત રાજય)ના હસ્‍તે ઉદઘાટન કરવામાં આવ્‍યું, આ ઉપરાંત કમલેશભાઇ મિરાણી (શહેર ભાજપ પ્રમુખ), પુષ્‍કભાઇ ટેલ(સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન) ઉપસ્‍થિત રહયા હતા. આ પ્રોજેકટમાં ગ્રાઉન્‍ડ ફલોરથી સેકન્‍ડ ફલોર સુધી શોરૂમ તથા ત્રીજાથી સાતમાં ફલોર સુધી ઓફીસીસ એમ આ સાત માળનું ભવ્‍ય કોમ્‍પલેક્ષ આકાર લઇ રહયુ છે. અહી ગાર્ડન,  કેફેટેરીયા અને ટેરેસ જેવી સુવિધાઓ છે. ધી કોર્પોરેટ વર્લ્‍ડના પ્રિતેષભાઇ પીપળીયાના જણાવ્‍યા મુજબ આ કોમ્‍પલેક્ષનું એલીવેશન રોયલ થીમ પર કરવામાં આવ્‍યુ છે. આ પ્રોજેકટને સફળ બનાવવા માટે ધી કોર્પોરેટ વર્લ્‍ડની આખી ટીમે જહેમત ઉઠાવી હતી. શ્રી પીપળીયાએ રાજકોટના દરેક ઇન્‍વેસ્‍ટરો અને બિઝનેશમેનોનો આભાર વ્‍યકત કર્યો હતો.

(3:52 pm IST)