Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

પ્રજા ખિસ્‍સા ઉપર ત્રાટકશે RMC: પે એન્‍ડ પાર્ક બનશે મોંઘુ : પ થી પ૦૦નો વધારો

વેરા બાદ પે એન્‍ડ પાર્કમાં બે ગણો વધારો થશે : ટુ વ્‍હીલર, ફોર વ્‍હીલર રાખવા રૂપિયા પાંચ થી ૬૦ ચુકવવા પડશે : હેવી વાહન તથા ફોર વ્‍હીલનો માસિક ચાર્જ રૂા. ૭પ૦નો બદલે રૂા.૧ર૦૦ કરાયો : મનપા દ્વારા શહેરની પ૩ સાઇટો માટે ટેન્‍ડર મંગાવાયા : સૌથી ઓછી ૪પ૦૦ તથા સૌથી વધુ ૩ લાખ વાર્ષિક અપસેટ કિંમત

રાજકોટ તા.૧૦ : શહેરની વિવિધ પ૩ જેટલી જગ્‍યાઓ ઉપર મનપા દ્વારા પે એન્‍ડ પાર્ક માટેના ટેન્‍ડરો બહાર પાડવામાં આવ્‍યા છે. જેની છેલ્લી તારીખ ૧પ માર્ચ છે જે અંતર્ગત હાલના દરોમાં પ રૂપીયાથી લઇને પ૦૦ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્‍યો છે. ઉપરાંત હાલ કલાકના દર લેવામાં આવતા તેના બદલે નવા ટેન્‍ડરમાં ત્રણ - ત્રણ કલાકના સ્‍લોટ  રાખવામાં આવ્‍યા છે. સાથે જ અપસેટ કિંમત વાર્ષિક રૂા.૪પ૦૦ થી ૩ લાખ સુધી રાખવામાં આવી છે.

પે એન્‍ડ પાર્ક અંતર્ગત ત્રણ જુદી-જુદી કેટેગરીમાં વાહનોનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. જેમાં ટુ વ્‍હીલરો, મોટર તથા ફોર વ્‍હીલરના એલએમવી વાહનો તથા એમએમવી વાહનો બસ, ટ્રક, જેસીબી, મેટાડોર, ટ્રેકટર અને મોટા વાહનોનો સમાવેશ કરાયો છે જે તે કેટેગરી મુજબ ૩ થી ર૪ કલાક સુધીના નવા ભાવ જાહેર કરવામાં આવ્‍યા છે. ઉપરાંત માસીક ધોરણે પણ લોકો પે એન્‍ડ પાર્ક સાઇટનો લાભ લઇ શકશે.

શહેરની પાર્કિગ સાઇટમાં સર્વેશ્વર ચોક, ફલાય ઓવર નીચે ડી માર્ટ તરફ ગોંડલ રોડ, ત્રિકોણબાગ, અખાભગત ચોક, નાગરીક બેંક સામે, ઢેબરભાઇ રોડ કોર્નરનો પ્‍લોટ ભાગ (૧) માધવ પાર્કિગ કોઠારીયા ચોકડી, નિયર રીંગ રોડ, ઓપન પ્‍લોટ ઢેબર રોડ ભાગ (૩) કડવીબાઇ સ્‍કુલની સામેનો પ્‍લોટ, ધનરજની  બિલ્‍ડીંગ (ઇમ્‍પીરીયલ હોટેલ)થી જીલ્લા પંચાયત ચોક સુધી, બંન્‍ને બાજુ, હોમી દસ્‍તુર માર્ગ બંને સાઇડ, ઓપન પ્‍લોટ હુડકો કવાટરની પાછળ.

જયારે ઓપન પ્‍લોટ ટીપી ૧૧ એફપી ૪૬ વોર્ડ નં.૧૮ (પુરૂષાર્થ સોસાયટી) ર્સ્‍ટલીંગ હોસ્‍પિટલની બાજુમાં ૧પ૦ રીંગ રોડ, પારડી રોડ કોમ્‍યુનીટી હોલની બાજુમાં વોર્ડ નં.૧૭, ગોવર્ધન ચોક, ૧પ૦ ફૂટ રીંગ રોડ (ફોરચ્‍યુન હોટલ પાસે) કે.કેવી. ચોક થી ઇન્‍દિરા સર્કલ તરફનો  ઉગમણી બાજુએ (ઇસ્‍ટ) ફલાઇ ઓવર નીચે ભાગ (ર) કે.કે.વી. ચોક થી ઇન્‍દિરા સર્કલ તરફનો આથમણી બાજુએ (વેસ્‍ટ) બ્રીજ નીચેનો ભાગ (પ) કે.કે.વી. ચોક થી બીગ બજાર તરફનું આથમણી બાજુએ (વેસ્‍ટ) ફલાઇ ઓવર નીચે ભાગ (૬) ઇન્‍દિરા સર્કલ થી રૈયા ટેલીફોન તરફનો ઉગમણી  બાજુએ (ઇસ્‍ટ) બ્રીજ નીચેનો ભાગ (૩) ઇન્‍દિરા સર્કલથી રૈયા ટેલીફોન તરફનો આથમણી બાજુએ (વેસ્‍ટ) બ્રીજ નેચીના ભાગ (૪) મોચી બજાર કોર્ટથી પેટ્રોલપંપ કે.કે.વી. ચોકથી બીગ બજાર તરફનો ઉગમણી બાજુએ (ઇસ્‍ટ) બ્રીજ નીચેનો ભાગ (૧) તનિષ્‍ક ટાવરથી માલવીયા ચોક (માત્ર કાર પાર્કિગ માટે) (જયુબેલી શાક માર્કેટ, રૈયા ચોકડીથી ઇન્‍દિરા સર્કલ તરફનો આથમણી બાજુએ (વેસ્‍ટ) બ્રીજ નીચેનો ભાગ (૪) રૈયા ચોકડીથી ઇન્‍દિરા સર્કલ તરફનો ઉગમણી બાજુએ (ઇસ્‍ટ ) બ્રીજ નીચેનો ભાગ (૧) મવડી ચોકડીથી નાનામવા ચોકડી તરફનો આથમણી બાજુએ  (વેસ્‍ટ) બ્રીજ નીચેનો ભાગ (૩) મવડી ચોકડીથી નાનામવા ચોકડી તરફનો ઉગમણી બાજુએ (ઇસ્‍ટ) બ્રીજ નીચેનો ભાગ (ર) મવડી ચોકડીથી ગોડલ ચોકડી તરફનો આથમણી બાજુએ (વેસ્‍ટ) બ્રીજ નીચેનો ભાગ (૪) મવડી ચોકડીથી ગોંડલ ચોકડી તરફનો ઉગમણી બાજુએ (ઇસ્‍ટ) બ્રીજ નીચેનો ભાગ (૧) રૈયા ચોકડીથી નાણાવટી ચોક તરફનો ઉગમણી બાજુએ (ઇસ્‍ટ) બ્રીજ નીચેનો ભાગ (૨) માટે ટેન્‍ડરો પ્રસિધ્‍ધ થયાચ છે.

 શહેરના રૈયા ચોકડીથી નાણાવટી ચોક તરફનો આથમણી બાજુએ (વેસ્‍ટ) બ્રીજ નીચેના ભાગ (૩) આર.કે.સી.ની દીવાલ રાધાક્રિષ્‍ન રોડ, આલ્‍ફ્રેડ હાઇસ્‍કુલથી ભાભા હોટેલ, ઢેબર રોડ ભાગ (૪) કલ્‍યાણ સ્‍ટીલની બાજુવાળો પાર્કિગ પ્‍લોટ, ઢેબર રોડ ભાગ (ર) પ્રસંગ ફર્નીચરની બાજુમાં વાળો પાર્કિગ પ્‍લોટ, પ્‍લોટ નં.૩૪-એ ટી.પી. ૧૬, સરાઝા રેસ્‍ટોરન્‍ટ કોસ્‍મોકોમપ્‍લેકસ સિનેમા સામે કાલાવડ રોડ, શાષાીશ્રી ધર્મજીવનદાસજી આંખની હોસ્‍પિટલની બાજુમાં રેલવે ઓવરબ્રીજ નીચેનો ભાગ વિવેકાનંદ ઓવરબ્રીજ મવડી ઓવરબ્રીજ નીચેની જગ્‍યા, લાખાજીરાજ રાોડ, અટલ બિહાર બાજપાઇ ઓડીટોરીયમ સામેનો ઓપન પલોટ, ઓપન પ્‍લોટ, નહેરૂનગર ૮૦ ફૂટ રોડ યોગેશ્વર સોસાયટી, ઓપન પ્‍લોટ પંચાયત નગર ચોક, હોસ્‍પિટલ ચોકથી જામનગર રોડ, બ્રીજ નીચેનો ભાગ, હોસ્‍પિટલ ચોકથી કેસરી હિન્‍દ પુલ બ્રીજ નીચેનો ભાગ, હોસ્‍પિટલ ચોકથી ધ ગ્રાન્‍ડ ઠાકર હોટેલ બ્રીજ નીચેનો ભાગ, નાના મવા સર્કલથી બિગ બજાર ઉગમણી બાજુ બ્રીજ નીચેનો ભાગે પણ પે એન્‍ડ પાર્ક કરીશું.

સાથે જ નાના મવા સર્કલથી બિગ બજાર આથમણી બાજુ બ્રીજ નીચેનો ભાગ, નાના મવા ચોકથી બાલાજી હોલ ઉગમણી બાજુ બ્રીજ નીચેનો ભાગ, નાના મવા ચોકથી બાલાજી હોલ આથમણી બાજુ, બ્રીજ નીચેનો ભાગ, રામદેવપીર ચોકથી શિતલ પાર્ક ચોક ઉગમણી બાજુ બ્રીજ નીચેનો ભાગ, રામદેવપીર ચોકથી શિતલ પાર્ક ચોક આથમણી બાજુ બ્રીજ નીચેનો ભાગ, રામદેવપીર ચોકથી નાણાવટી ચોક ઉગમણી બાજુ બ્રીજ નીચેનો ભાગ, રામદેવપીર ચોકથી નાણાવટી ચોક આથમણી બાજુ બ્રીજ નીચેનો ભાગે પણ લોકો પૈસા ચુકવી પોતાના વાહનો પાર્ક કરી શકશે.

(3:54 pm IST)