Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ગાંધીગ્રામ-ભોમેશ્વર પ્‍લોટ- પરસાણાનગર- પોપટપરા-નટરાજનગર સહિતના વિસ્‍તારોમાં ૬ જગ્‍યાએ ડીમોલેશન

ટી.પી. વોંકળા તથા તંત્રના ર૬પ ચો.મી.ના પ્‍લોટમાં ખડકાયેલ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડી ૧.પ૦ કરોડની જમીન ખુલ્લી કરાઇ : મનપાની ટી.પી. શાખાની કાર્યવાહી

રાજકોટ, તા. ૧૦ :  શહેરના વિવિધ વિસ્‍તારોમાં મનપાની માલીકીની જગ્‍યા, વોંકળાની જગ્‍યા, ટી.પી. તથા ઇન્‍ટરનલ રોડ પૈકીની જગ્‍યા, સરકારી જગ્‍યામાં થયેલ ગેરકાયદે થયેલ દબાણો દૂર કરવા મનપાની ટી.પી. શાખા બુલડોઝરો વોર્ડ નં. ૧,,૩ અને ૯ માં ફરી વળી બપોર સુધી રકમ ચો.મી. જગ્‍યા ખુલ્લી કરવામાં આવી છે. જેની કિંમત રૂા. ૧.૩૦ કરોડ જેટલી થાય છે.

મનપાની સત્તાવાર યાદી મુજબ અમિત અરોરા સુચના અનુસાર તથા ટાઉન પ્‍લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાની ટાઉન પ્‍લાનીંગ શાખા તથા એન.એન. સી.ડી. વિભાગ દ્વારા ડીમોલીશન કરવામાં આવેલ છે.

શહેરના વેસ્‍ટ, સેન્‍ટ્રલ તેમજ ઇસ્‍ટ ઝોનના વિસ્‍તારમાં મહાનગરપાલિકાની માલિકીની, રસ્‍તા પૈકી તેમજ વોંકળા પૈકીની જમીનમાં ગેરકાયદેસર દબાણ/ પૈશકદમી કરવામાં આવતા તા. ૧૭ ફેબ્રુઆરી ના રોજ પત્ર પાઠવી ગેરકાયદેસર દબાણ દૂર કરી, જમીન ખુલ્લી કરવા જણાવવામાં આવેલ, તેમ છતાં દબાણ દુર કરવામાં ન આવતા આજે કુલ ૬ સ્‍થળોએ ગેરકાયદેસર દબાણ/ બાંધકામ દૂર કરી, રાજકોટ મહાનરગપાલિકાની માલિકીની રસ્‍તા પૈકી તેમજ વોંકળા પૈકીની કુલ ર૬પ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે જેની અંદાજીત કિંમત રૂા. ૧.૩૦ કરોડ થાય છે.

કાર્યવાહી અંતર્ગત વોર્ડ નં. ૧ માં એરપોર્ટ દિવાલ પાસે, અક્ષરનગર (ગાંધીગ્રામ સામે) ટી.પી. તથા ઇન્‍ટરનલ રોડ પૈકીની જમીન તથા  ગોવિંદનગર, એરપોર્ટ દિવાલ પાસે, વેલનાથ ચોકથી અંદર ઇન્‍ટરનલ રોડ પૈકીની જમીન ખુલ્લી કરાવાઇ હતી.

વોર્ડ નં. રમાં ભોમેશ્વર પ્‍લોટ પોલીસ હેડ કવાર્ટરની દિવાની બાજુમાં રાજકોટ મહાનગરપાલિકાની માલિકીની જમીન ઉપરથી દબાણ દૂર કરાયેલ. જયારે વોર્ડ નં. ૩માં પરસાણાનગરના હોકળામાં વોંકળા પૈકીની જમીન તથા રઘુનંદન સોસાયટી, પોપટપરા વોંકળા પેકીની જમીન ચોખ્‍ખી કરાયેલ.

ઉપરાંત વોર્ડ નં. ૯ માં નટરાજનગરવાળી આવાસ યોજના ખાતે સરકારી તથા ટી.પી. રોડ પૈકીની જમીન ખુલ્લી કરાયેલ દબાણ/ બાંધકામ બપોરે ૧ કલાક સુધીમાં દુર કરવામાં આવેલ છે અને ડીમોલીશનની કામગીરી આખા દિવસ દરમ્‍યાન ચાલશે તેવો અંદાજ છે.  આ કામગીરીમાં ટાઉન પ્‍લાનીંગશાખાનો તમામ સ્‍ટાફ, રોશની શાખા, એ.એન. સી.ડી. વિભાગ, ફાયર બ્રિગેડ શાખાનો સ્‍ટાફ હાજર રહેલ તથા આ કામગીરી દરમ્‍યાન સ્‍થાનિકે કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે વિજિલન્‍સ શાખાનો સ્‍ટાફ પણ સ્‍થળ પર હાજર રહેલ.

(3:56 pm IST)