Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

૧૦ વર્ષ પહેલાના આધાર કાર્ડ અપડેટ કરાવો : પદાધિકારીઓની અપીલ

ત્રણેય ઝોન કચેરીઓના આધાર કેન્‍દ્રો ખાતે સોમથી શનિ સવારે ૧૦થી સાંજે ૬.૧૦ કલાક સુધી કામગીરી ચાલુ રહેશે : માહિતી આપતા પ્રદિપ ડવ, પુષ્‍કર પટેલ તથા અમિત અરોરા

રાજકોટ તા. ૧૦ : છેલ્લા૧૦વર્ષદરમ્‍યાન આધાર' ઓળખનાં સૌથી સ્‍વીકૃત પુરાવા તરીકે થઇ આવેલ છે. જેમાં બાયોમેટ્ર્રીક પ્રમાણીકરણથી રહિશની ઓળખકરવાની જોગવાઈ છે. રહીશો/જાહેર જનતા દ્વારા વિવિધ પ્રકારની સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધારનો ઉપયોગકરવામાં આવે છે. સરકારની અલગ-અલગ યોજનાકીય લાભ મેળવવા માટે આધારની વિગતો સમયાંતરેઅપડેટકરવી જરૂરી છે. ૧૦ વર્ષ પહેલાનાં આધાર કાર્ડ અપડેટ કરવા શહેરીજનોને મેયર ડો. પ્રદિપ ડવ,સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ અને મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા અપીલ કરવામાં આવે છે.

જે માટે UIDAI (UNIQUE IDENTIFICATION AUTHORITY OF INDIA)નાં તા.૦૯/૧૧/૨૦૨૨નાં જાહેરનામાNo. HQ-16027/1/2022-EU-I- HQ (No. 6 of 2022)અન્‍વયે તમામ આધાર નંબર ધારકોએ આધાર નોંધણી કરાવ્‍યાથી દર ૧૦ વર્ષમાં ઓછામાં ઓછા એક વખત તેમનાં દસ્‍તાવેજોમાંPOI-ઓળખાણનાં પુરાવોઅને POA-સરનામાનો પુરાવોનાં દસ્‍તાવેજો અપડેટ કરવાનાં થાય છે.

આ પ્રકારનાં ડોક્‍યુમેન્‍ટ અપડેટ કરાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની ઝોનલ કચેરીઓનાં આધાર કેન્‍દ્રો (૧) ડો.આંબેડકર ભવન, સેન્‍ટ્રલ ઝોન, ગ્રાઉન્‍ડ ફલોર, ઢેબરભાઈ રોડ, રાજકોટ, (૨) ઝવેરચંદ મેઘાણી વિભાગીય કચેરી, પૂર્વ ઝોન, ભાવનગર રોડ, રાજકોટ તથા (૩) હરિસિંહજી ગોહિલ વિભાગીય કચેરી, વેસ્‍ટ ઝોન, ૧૫૦'રીંગ રોડ, રાજકોટ ખાતે કચેરીનાં કામગીરીનાં સમય દરમ્‍યાન તેમજ બીજા અને ચોથા શનિવારનાં રોજ સવારે ૧૦ કલાક થી સાંજે ૬.૧૦ કલાક સુધીમાં કરાવી શકાય છે. શહેરીજનોએ ઉક્‍ત આધાર કેન્‍દ્રો ખાતે ડોક્‍યુમેન્‍ટ અપડેટ કરાવવા આવવાનું રહેશે. તેમ અંતમાં પ્રદિપ ડવ, પુષ્‍કર પટેલ તથા અમિત અરોરાએ જણાવ્‍યું હતું.

(3:59 pm IST)