Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

સિવિલ હોસ્‍પિટલ ચોકમાં બીમારીથી અજાણ્‍યા વૃધ્‍ધનું મોત

રાજકોટ તા. ૧૦ : સિવિલ હોસ્‍પિટલ ચોક પાસે અજાણ્‍યા વૃધ્‍ધનું બીમારીના કારણે મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ સિવિલ હોસ્‍પિટલ ચોક પાસે ડો. આંબેડકરના પુતળા પાસે આશરે ૬૦ વર્ષનો અજાણ્‍યો વૃધ્‍ધ બીમારીના કારણે બેભાન હાલતમાં પડયો હોઇ કોઇએ ૧૦૮ મારફતે તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. મૃતક વૃધ્‍ધે બ્‍લુ-વાદળી કલરનો ચેકસ વાળો શર્ટ તથા ભુખરા કલરનું પેન્‍ટ પહેરેલ છે. બનાવની જાણ થતા એડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઇ. ટી.ડી.ચુડાસમા તથા કોન્‍સ સંજયભાઇએ તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. જો કોઇ આ વૃધ્‍ધના સગા, સંબંધી હોય તો એડીવીઝન પોલીસ સ્‍ટેશન ફોન નં. ૦ર૮૧-રરર૬૬પ૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:15 pm IST)