Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

આશાપુરાનગરમાં અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી વૃધ્‍ધ પર લાકડી પાઇપથી હુમલો

ખીમવનભાઇ ગોસ્‍વામીની ભકિતનગર પોલીસમાં ફરીયાદઃ વિપુલવન, ભાવેશવન અને રેણુકા સામે ગુનો

રાજકોટ, તા. ૧૦ :  કોઠારીયા મેઇન રોડ આશાપુરાનગરમાં અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી વૃધ્‍ધ પર મહિલા સહિત ત્રણ શખ્‍સોએ લાકડી તથા પ્‍લાસ્‍ટીકના પાઇપ વડે હુમલો કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ આશાપુરાનગર શેરી નં. ૭ માં રહેતા ખીમવનભાઇ મોહનવનભાઇ ગોસ્‍વામી (ઉ.વ.૭૬) એ ભકિતનગર પોલીસ મથકમાં વિપુલવન, ભાવેશવન અને તેની પત્‍ની રેણુકા સામે ફરીયાદ  નોંધાવી છે. ખીમવનભાઇએ ફરીયાદમાં જણાવ્‍યું છેક ે, પરમદિવસે પોતે ઘરે હતા ત્‍યારે પોતાની સાથે અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી વિપુલવન, ભાવેશવન અને તેની પત્‍ની રેણુકાએ ઘરે આવી ગાળો આપી ઝઘડો કરી લાકડી તથા પ્‍લાસ્‍ટીકના પાઇપ વડે મારમાર્યો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા ત્રણેય ભાગી ગયા હતા. બાદ પોતાને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ભકિતનગર પોલીસ મથકના પી.ેએસ.આ. આર. કે. સામુદ્રેએ તપાસ હાથ ધરી છે.

(4:24 pm IST)