Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

મોઢ વણિક સમાજ દ્વારા યોજાયો ફ્રિ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ

સેવા આપનાર તમામ ડોકટરોનું શિલ્‍ડ અને પ્રતિકભેટ આપી અભિવાદન

રાજકોટ : મોઢ વણિક સમાજ દ્વારા મોઢ વણિક વિદ્યાર્થી ભવન ખાતે જ્ઞાતિજનો માટે ફ્રિ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજવામાં આવ્‍યો હતો. જેમાંસ્ત્રી રોગ નિષ્‍ણાંત ડો. દિપાબેન મણીયાર, ડાયાબીટીસ સ્‍પેશિયાલીસ્‍ટ ડો. ક્રિષ્‍ના મોરી, કાન-નાક-ગળાના સર્જન ડો. જુહીબેન મણીયાર, દયરોગ નિષ્‍ણાંત ડો. નિરવ મહેતા, ન્‍યુટ્રીશન અને ડાયેટ નિષ્‍ણાંત ડો. નિમિષ પરીખ, ડેન્‍ટલ સર્જન ડો. હિરલ પરીખ, જનરલ પ્રેકટીશનર ડો. જયદીપ ધોળકીયા, પેઇન મેનેજમેન્‍ટ નિષ્‍ણાંત ડો. શિવાની મહેતા, ચામડીના રોગોના નિષ્‍ણાંત ડો. વનશ્રી ચંદારાણાએ નિઃશુલ્‍ક સેવા આપી હતી. સવારે ૮ થી બપોરે ૧ સુધી ચાલેલ આ ચેકઅપ કેમ્‍પનો ૩૧૮ થી વધુ લોકોએ લાભ લીધો હતો. મોઢ વણિક જ્ઞાતિ અગ્રણી મુકેશભાઇ દોશી, કેતનભાઇ પારેખ અને ટ્રસ્‍ટીઓના હસ્‍તે દીપપ્રાગટયથી આ કેમ્‍પ ખુલ્લો મુકાયો હતો. કેમ્‍પમાં સેવા આપનાર તમામ ડોકટરોનું શિલ્‍ડ અને પ્રતિક ભેટ આપી અભિવાદન કરાયુ હતુ. આ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પમાં જ્ઞાતિ અગ્રણીઓ કિરીટભાઇ જીવાણી, શ્રીમતી ઉષાબેન મનુભાઇ દોશી, કિરેનભાઇ છાપીયા, કેતનભાઇ પારેખ, શ્રીમતી હર્ષાબેન પારેખ, મુકેશભાઇ દોશી, ભાગ્‍યેશભાઇ વોરા, શ્રીમતી અંજલીબેન વોરા, શ્રીમતી પ્રતિભાબેન પારેખ, સતિષભાઇ પારેખ, મહેન્‍દ્રભાઇ મહેતા, શ્રીમતી સુષ્‍માબેન મહેતા, નીતિનભાઇ વોરા, અશ્વિનભાઇ વડોદરીયા, કમલેશભાઇ પારેખ, સંજયભાઇ એન. મણીયાર, અમિતભાઇ પટેલ, પિયુષભાઇ પટેલ, આશીષભાઇ પટેલ, હિતેષભાઇ કોઠારી, અજયભાઇ ગઢીયા, આશ્વિનભાઇ પટેલ, શ્રીમતી ગીતાબેન એ. પટેલ, રાજદીપભાઇ શાહ, નેહાબેન મણીયાર, જયેન્‍દ્રભાઇ મહેતા, રસિકભાઇ વોરા વગેરે ઉપસ્‍થિત રહેલ. સમગ્ર કેમપની સફળતા માટે ધર્મેશ એન. શેઠ પ્રમુખ, ડો. અતુલ જે. વોરા મહામંત્રી, નીતિનભાઇ ડી. મણિયાર, અતુલભાઇ પારેખ, મહેન્‍દ્રભાઇ ઓ. ગાંધી, જયેશભાઇ એલ. ગાંધી, સંજયભાઇ ડી. મણિયાર, દિપકભાઇ ટી. મહેતા, રસિકભાઇ પી. વોરા, આશીષભાઇ જી. મહેતા, દિપેશભાઇ આર. પારેખ, જયેન્‍દ્રભાઇ જે. પારેખ, રોહીતભાઇ જે. શાહ, દોલતભાઇ એસ. દોશી, કેતનભાઇ વી. વોરા, ધીરેન્‍દ્રભાઇ એમ. મહેતા, ચંદ્રકાંતભાઇ એ. મહેતા, યોગેશભાઇ સી. પારેખ, હિતભાઇ ડી. શેઠ, અમિતભાઇ આર. પટેલ, શ્રેયાંસભાઇ એમ. મહેતા, કેતનભાઇ પારેખ, દશિર્ત વોરા, શ્‍યામલ પારેખ, અંકિત મહેતા, રાજુભાઇ મહેતા, નિલેશભાઇ મહેતા વગેરેએ જહેમત ઉઠાવી હતી

(4:27 pm IST)