Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

પુરૂષોએ મહિલાઓના સેન્‍ડલ પહેરી કર્યુ રેમ્‍પ વોક

 

રાજકોટઃ એચસીજી હોસ્‍પિટલ, ભાવનગર દ્વારા કલર્સ ઓફ એમ્‍પાવરમેન્‍ટ' નામે એક વિશિષ્ટ કેમ્‍પેઇન સાથે મહિલા દિવસની ઉજવણી કરી હતી. જેના ભાગરૂપે હોસ્‍પિટલમાં અનોખો સામાજિક પ્રયોગ શરૂ કર્યો હતો, જ્‍યાં પુરૂષોને સ્‍ટિલિટોસમાં ચાલીને મહિલાઓના શુઝ પહેરવા કેટલાં મૂશ્‍કેલ હોય છે તેનો અનુભવ વ્‍યક્‍ત કરવા પડકાર અપાયો હતો. તેનો હેતુ મહિલાઓના રોજિંદા સંઘર્ષના પ્રતિકરૂપે એક પાવરફુલ વિઝ્‍યુઅલ મેસેજ આપવાનો હતો. જેમાં સહભાગીઓએસ્ત્રી-પુરૂષ સમાનતા અને મહિલા સશક્‍તિકરણને પ્રોત્‍સાહન આપવા ભેગા મળીને રેમ્‍પ વોક પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં  હોસ્‍પિટલના  કર્મચારીઓ અને દર્દીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં. તેમ  એચસીજી હોસ્‍પિટલ ભાવનગરના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. પ્રફુલ ધારાણીએ યાદીમાં જણાવ્‍યું છે.

(4:35 pm IST)